બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar SP Ravi Mohan Saini fined by Gujarat High Court

આદેશ / પોરબંદર એસપી, કીર્તિ મંદિરના પીઆઇને કોર્ટના અનાદર બદલ દંડ: ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ

Kishor

Last Updated: 09:46 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે પોરબંદર SP રવી મોહન સૈની અને કીર્તિમંદિર પોલીસ મથકના PI સામે દંડાત્મક પગલાં લીધા છે.

  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોરબંદર SP રવી મોહન સૈનીને દંડ 
  • કોર્ટ ઓફ કંટેમ્પ્ટ બદલ દંડ ફાટકારાયો
  • SP રવી મોહન સૈનીને અને કીર્તિમંદિર પોલીસ મથકના PIને રૂ.5000નો દંડ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોરબંદર SP રવી મોહન સૈની અને કીર્તિમંદિર પોલીસ મથકના PIને રૂ.5,000નો દંડ ફાટકારાયો છે.કોર્ટ ઓફ કંટેમ્પ્ટ બદલ કોર્ટ દ્વારા દંડ ફાટકારાયો છે. અરજદાર પ્રકાશ સોલંકીની ફરિયાદ ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદાર અને તેની બહેનને કીર્તિમંદિર પોલીસ મથકમાં માર મારવા અને બીભત્સ ગાળો ભાંડવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં ક્રિમીનલ એપ્લિકેશ પર વર્ષ 2022માં કાર્યવાહી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. છતા હાઈકોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા કોર્ટે આકરું વલણ આપનાવી દંડ
ફટકર્યો છે.

Porbandar SP Ravi Mohan Saini fined by Gujarat High Court

પ્રકાશ સોલંકી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા 
આ કેસની વિગત એવી છે કે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-3-2020 ના રોજ પ્રકાશ પાંચાભાઇ સોલંકી તથા તેમના બહેનને પોલીસ દ્વારા માર મારી ગાળો આપવામાં આવી હતી. જેને પગલે તત્કાલીન પીઆઇ જે બી કરમુર, કોન્સ્ટેબલ ભરત સિંગરખીયા અને મુકેશ માવદીયા સામે પ્રકાશ પાંચાભાઇ સોલંકી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ કોઈ પગલાં ન લેવાતા પ્રકાશ સોલંકી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. 


હાઈકોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા ફટકાર્યો દંડ

જે દરમિયાન હાઇકોર્ટ દ્વારા ગત તા. 4-8-2022 ના રોજ પોરબંદર એસપી તથા જવાબદાર પોલીસ સ્ટેશનને કરવામાં આવેલા ઓર્ડરનું પાલન ન કરતા પ્રકાશ સોલંકી હાઇકોર્ટમાં કન્ટેન્સ ઓફ કોર્ટની અરજી કરી હતી જે અંતર્ગત હાઇકોર્ટ દ્વારા પોરબંદર એસપી ડોક્ટર રવિ મોહન સૈનિક અને કીર્તિ મંદિર પોલીસે સ્ટેશનના પીઆઇ વિજય પરમારને નોટિસ પાઠવી હાજર રહેવા જણાવ્યું હતું. આ આરજીની સુનાવણી હાઇકોર્ટમાં થતા ઓર્ડરનું પાલન કરવામાં વિલંબ કરવા બદલાઈ કોર્ટે બંનેને 5,000 નો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે રવિ મોહન સૈનીએ વર્ષ 2014માં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા. રવિ મોહન સૈની રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા પણ ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ