બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Police action on Rath Yatra in Ahmedabad

અમદાવાદ / રથયાત્રા પૂર્વે હથિયાર પકડવાનો ક્રેઝઃ બે પિસ્તોલ, પાંચ જીવતાં કારતૂસ અને એક મેગઝીન સાથે બેની ધરપકડ, સુરક્ષા એજન્સી એલર્ટ

Dinesh

Last Updated: 09:24 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કુબેરનગર અને જુહાપુરાથી બે યુવકની બે પિસ્તોલ, પાંચ જીવતાં કારતૂસ અને એક મેગઝીન સાથે ધરપકડ કરી છે.

  • અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ એક્શનમાં
  • ઘાતકી હથિયાર લઇને ફરતા ગુનેગારને પકડવા ખાસ મુહિમ
  • ત્રણ દિવસમાં ચાર હથિયાર સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા

અમદાવાદમાં રથયાત્રા નજીક આવે એટલે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સી એલર્ટ થઇ જતાં હોય છે. બે મહિના પહેલાં ઘાતકી હથિયાર લઇને ફરતા ગુનેગારને પકડવા માટેની એક ખાસ મુહિમ ચાલુ થતી હોય છે. જે અંતર્ગત પોલીસ અને ક્રાઇમ બ્રાંચને પિસ્તોલ, તલવાર, છરી સહિતનાં અનેક હથિયાર મળી આવતાં હોય છે. સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે રથયાત્રા નજીક આવે ત્યારે જ શહેરમાં પિસ્તોલ, રિવોલ્વર, દેશી તમંચા સહિતનાં હથિયાર મળી આવવાનો સિલસિલો ચાલુ થઇ જાય છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ દિવસમાં ચાર હથિયાર સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. તમામ આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે કરેલાં આ ડિટેક્શન પરથી એ સાબિત થાય છે કે જો પોલીસ ધારે તો અમદાવાદને ક્રાઇમ મુક્ત કરી શકે છે. 

ahmedabad-before-the-rath-yatra-bombs-and-weapons-from-gomtipur-police

પોલીસ હથિયારો પકડવાની કામગીરી જોરશોરથી કરી રહી છે
ક્રાઇમ બ્રાંચ હાલ હથિયારો પકડવાની કામગીરી જોરશોરથી કરી રહી છે. રવિવાર અને સોમવારના દિવસે ક્રાઇમ બ્રાંચની ટીમે સરખેજ વિસ્તારમાંથી બે પિસ્તોલ અને પાંચ જીવતાં કારતૂસ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. બે શખ્સ પૈકી એક શખ્સ ઉત્તર પ્રદેશથી હથિયાર લાવ્યો હતો જ્યારે બીજો શખ્સ સરખેજના એક યુવક પાસેથી હથિયાર લાવ્યો હતો. આ બે કેસ નોંધાયા બાદ ગઇ કાલે ક્રાઇમ બ્રાંચમાં વધુ બે કેસ નોંધાયા છે. જેમાં પિસ્તોલ અને જીવતાં કારતૂસ મળી આવ્યાં છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે વેજલપુર એકતા મેદાન પાસે જાહેરમાં અનિશ અહમદ વ્હોરા (રહે, સિદ્દિકાબાદ સોસાયટી, જુહાપુરા) પોતાની પાસે હથિયાર લઇને ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે અનિશ અહમદ વ્હોરાને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. અનિશ અહમદ પાસેથી ક્રાઇમ બ્રાંચને એક પિસ્તોલ અને બે જીવતાં કારતૂસ મળી આવ્યાં છે. ક્રાઇમ બ્રાંચે અનિશ અહમદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પિસ્તોલ, મેગઝીન અને ચાર જીવતાં કારતૂસ મળી આવ્યાં
આ સિવાય ગઇ કાલે ક્રાઇમ બ્રાંચને વધુ એક બાતમી મળી હતી કુબેરનગર વિસ્તારમાં આવેલા ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસે ચિરાગ પટેલ નામના યુવક પાસે પિસ્તોલ, મેગઝીન તેમજ કારતૂસ છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચિરાગની અટકાયત કરી લીધી હતી. ચિરાગ કુબેરનગરના એ વોર્ડમાં રહે છે અને તે મૂળ પાટણના કટોસણ ગામનો રહેવાસી છે. ચિરાગ પાસેથી ક્રાઇમ બ્રાંચને પિસ્તોલ, મેગઝીન અને ચાર જીવતાં કારતૂસ મળી આવ્યાં છે.

હથિયાર રાખવાનું કોઈ કારણ ફરિયાદમાં જણાવાયું નથી
ક્રાઇમ બ્રાંચે સરખેજમાંથી બે આરોપીની પિસ્તોલ-કારતૂસ સાથે ધરપકડ કરી તેમાં સામે આવ્યું હતું કે એક આરોપી ઉત્તર પ્રદેશથી હથિયાર લાવ્યો હતો જ્યારે બીજો આરોપી સરખેજના યુવક પાસેથી હથિયાર લાવ્યો હતો પરંતુ કાલે ચિરાગ પટેલને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તે કોની પાસેથી પિસ્તોલ ખરીદીને લાવ્યો છે અને તેનો હેતુ શો છે તેનો કોઇ ઉલ્લેખ નથી. અનિશ અહમદ પણ કોની પાસેથી પિસ્તોલ ખરીદીને લાવ્યો છે તેનો કોઇ જ ઉલ્લેખ નથી. ક્રાઇમ બ્રાંચ પોતાની કામગીરી બતાવવા માટે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડે છે પરંતુ તેમના ઇરાદા શા હોય છે તે મામલે કોઇ તપાસ કરતી નથી.

હથિયારના સોદાગર સુધી ક્રાઈમ બ્રાંચ પહોંચતી નથી
રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાંચ હથિયાર પકડવાની કામગીરી જોરશોરથી કરી રહી છે. જેમાં તેને જોઇએ તેવી જ સફળતા મળે છે. દર વર્ષે રથયાત્રા પહેલાં શહેરમાંથી ક્રાઇમ બ્રાંચ, એસઓજી અંદાજે   ૨૦થી વધુ હથિયાર સાથે આરોપીને ઝડપી પાડતાં હોય છે. આ વર્ષે પણ હથિયારના વધુને વધુ કેસ ક્રાઇમ બ્રાંચ કરશે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે હથિયારના સોદાગર સુધી ક્રાઇમ બ્રાંચ પહોંચી શકતી નથી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશથી મોટાભાગના આરોપી હથિયાર લાવતા હોય છે. કેસ નોંધાય તેટલું જ ક્રાઇમ બ્રાંચ કામ કરે છે પરંતુ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હથિયારના સોદાગરને હજુ સુધી પકડી શકી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ