બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / pm modi to reply on motion of thanks in parliament

સંસદ / રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં આજે PM મોદી આપી શકે છે જવાબ, આ મુદ્દે વિપક્ષને આપી શકે છે ચેતવણી

Hiren

Last Updated: 12:34 AM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવાર) સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપી શકે છે. નવા કૃષિ કાયદાને લઇને પ્રહાર કરી રહેલી વિપક્ષી પાર્ટીઓને ચેતવણી આપી શકે છે.

  • રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપી શકે છે PM મોદી
  • નવા કૃષિ કાયદાને લઈ વિપક્ષના હુમલા પર પણ બોલી શકે છે PM
  • કૃષિ કાયદા પર રાજનીતિ કરતા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી શકે છે ચેતવણી

રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં આજે(સોમવાર) પ્રધાનમંત્રી મોદી જવાબ આપી શકે છે. ત્યારે સૌની નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર હશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ થઇ ચૂકી છે. ખેડૂતો હજુ પણ પ્રદર્શન કરી રહ્યા છે, તેમાં જોવાનું રહ્યું કે પ્રધાનમંત્રી કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓ પર શું કહે છે? સૂત્રોનું માનીએ તો પ્રધાનમંત્રી મોદી ખેડૂત આંદોલન પર રાજનીતિ કરનારા પક્ષોને ચેતવણી આપી શકે છે.

છેલ્લા 6 દિવસ ખુબ જ લાભદાયી

સમાચાર એજન્સી પીટીઆઇએ પોતાના રિપોર્ટમાં એક સત્તાવાર નિવેદનના હવાલાથી જણાવ્યું છે કે, આ બજેટ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહીના છેલ્લા 6 દિવસ ખુબ જ લાભદાયી સાબિત થયા છે. આ દરમિયાન ઉચ્ચ સદનમાં 82.10 ટકા કામકાજ થયું. છેલ્લા ત્રણ દિવસોમાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચા જ મુખ્ય કામકાજ થયું. આ દરમિયાન તેમાં 25 પક્ષોના 50 સભ્યોએ આમાં ભાગ લીધો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 20 કલાક અને 34 મિનિટમાં કુલ કામકાજમાં વિગત 3 ફેબ્રુઆરીએ 4 કલાક અને 14 મિનિટ હોબાળામાં બરબાદ થઇ ગઇ હતી.

2 દિવસ સુધી ન થયા પ્રશ્નકાળ અને શૂન્યકાળ

જોકે શુક્રવારે ઉચ્ચ સદનમાં સભ્યોએ કામના નક્કી કરેલા કલાકોની અંદર 33 મિનિટ વધુ કામ કર્યું. વિગત 3 ફેબ્રુઆરીના હોબાળા બાદ 2 દિવસ સુધી પ્રશ્નકાળ અને શૂન્યકાળ નહોતા. પરંતુ શુક્રવારે 1 કલાકનો પ્રશ્નકાળ થયો અને આભાર પ્રસ્તવા માટે વધુ સમય કાઢવામાં આવ્યો. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન(સંશોધન) બિલ, 2021ને વિધેયકની જગ્યા લાવવા માટે આ અઠવાડિયે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ અઠવાડિયે ઉચ્ચ સદનમાં 7 શૂન્યકાળ અને 7 વિશેષ ઉલ્લેખ પણ થયા.

કૃષિ મંત્રીએ કર્યા હતા વિપક્ષ પર પ્રહાર

રાજ્યસભામાં ચર્ચાના અંતિમ દિવસે શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહેવા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે, તેઓ કાયદાની ખામીઓને જણાવે. કૃષિ મંત્રીએ એમ પણ પૂછ્યું હતું કે કોઇ જણાવે કે આ કૃષિ કાયદામાં કાળું છે શું? તેમણે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓને કાળા બતાવી દેવાથી વાત નહી બની શકે અને ન સુધારો થઇ શકે. છેલ્લા 2 મહિનાથી હું ખેડૂતોને પણ એ જ પૂછી રહ્યો હતો. ન ત્યાં જવાબ મળ્યો અને ન તમારી પાસે.

 પીએમ મોદીએ કરી હતી આ અપીલ

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કૃષિ મંત્રીએ રાજ્યસભામાં કૃષિ સુધાર કાયદાથી જોડાયેલ પ્રત્યેક પાસાને લઇને વિસ્તારથી માહિતી આપી છે. મારુ વિનમ્ર નિવેદન છ ેકે તેમનું આ ભાષણ જરૂર સાંભળજો. સોમવારે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ નવા કૃષિ કાયદાઓ પર રાજનીતિ કરનારા નેતાઓને નિશાને લઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ