બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / pm modi speaks to delhi lg asked status of flood-like situation in delhi

Delhi Flood / વિદેશ યાત્રાથી પરત આવ્યાની ગણતરીની મિનિટોમાં જ PM મોદીએ LG સક્સેનાને ઘુમાવ્યો ફોન, દિલ્હીના પૂર અંગે કરી સમીક્ષા

Malay

Last Updated: 09:22 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે આ મામલે વિદેશથી પરત આવતાની સાથે જ પીએમ મોદીએ દિલ્હીના એલજી વીકે સક્સેના સાથે ટેલિફોનિક વાતચીત કરી.

  • ભારે વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓ પાણી-પાણી
  • હજુ પણ ઘણા વિસ્તારોમાં પ્રવર્તી રહી છે પૂરની સ્થિતિ 
  • નરેન્દ્ર મોદીએ LG વીકે સક્સેના સાથે કરી વાતચીત

દેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યમુના નદીનું જળસ્તર વધવાને લીધે અનેક વિસ્તારો ડૂબી ગયાં છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. યમુના બજાર, મથુરા રોડ, પ્રગતિ મેદાન, મયુર વિહાર, આઈટીઓ અને રાજઘાટ પાણી ભરાયેલા છે. ત્યારે ફ્રાન્સ અને UAEના પ્રવાસથી પરત આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે દિલ્હીના એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) વીકે સક્સેના સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

PM મોદીએ LG વીકે સક્સેનાને કર્યો ફોન
આ ટેલિફોનિક વાતચીત દરમિયાન PM મોદીએ યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેને રોકવા માટે અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી છે. સાથે જ આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પણ ટ્વિટ કર્યું છે. 

વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું 
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિદેશથી પરત આવતાની સાથે જ ફોન કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિની વિગતવાર માહિતી લીધી અને થઈ રહેલા સંબંધિત પ્રયાસોની સંપૂર્ણ માહિતી મેળવી. તેમણે ફરીથી કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીવાસીઓના હિતમાં શક્ય તમામ કામ કરવાની સૂચના આપી.'

અમિત શાહને પણ કર્યો હતો ફોન
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન જ્યારે ફ્રાન્સમાં હતા ત્યારે પણ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને દિલ્હીમાં સર્જાયેલી પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી. આપને જણાવી દઈએ કે, ભારે વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ