બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / PM Modi Pariwarwad speech in loksabha says that one family is running the whole party

લોકસભા / PM મોદીએ વિપક્ષને સમજાવ્યો પરિવારવાદનો મતલબ, રાજનાથ સિંહ અને અમિત શાહ વિશે પણ બોલ્યા

Vaidehi

Last Updated: 06:23 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં પરિવારવાદનાં આક્ષેપોનો વળતો જવાબ આપતાં PM મોદીએ કહ્યું કે- " પરિવાર જ પાર્ટી ચલાવે છે. એવું નક્કી છે કે આ અધ્યક્ષ નથી તો તેનો પુત્ર બનશે, એ નહીં હોય તો તેનો પુત્ર હશે..આ લોકતંત્રનો ખતરો છે."

  • લોકસભામાં PM મોદીએ વિપક્ષને આપ્યો વળતો જવાબ
  • પરિવારવાદનાં આક્ષેપો પર પ્રધાનમંત્રીએ તોડ્યું મૌન
  • કહ્યું " પરિવાર જ પાર્ટી ચલાવે છે'

લોકસભામાં આજે વિપક્ષ દ્વારા ભાજપ પર પરિવારવાદ કરતાં હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો જેનો વળતો જવાબ PM મોદીએ આપતાં કહ્યું કે," કોંગ્રેસને એક સારો વિપક્ષ બનવાનો સારો મોકો મળ્યો. 10 વર્ષ ઓછા નથી હોતા...આ 10 વર્ષમાં એ દાયિત્વને નિભાવવામાં પણ તેઓ વિફળ રહ્યાં. વિપક્ષમાં અન્ય ઘણાં સારા લોકો છે પણ તેમને કોઈ દિવસ આગળ ન આવવા દીધું. દરવખતે વિપક્ષમાં જે અન્ય તેજસ્વી લોકો છે તેમને તેમણે દબાવી દીધું. " તેમણે  કહ્યું કે," પરિવારવાદને કારણે  આપણાં ખડગેજી આ સદનમાંથી પેલા સદનમાં શિફ્ટ થઈ ગયાં, ગુલાબ નબીજી પાર્ટીમાંથી શિફ્ટ થઈ ગયાં.... એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાનાં ચક્કરમાં કોંગ્રેસની દુકાનમાં તાળું લાગી ગયું છે. "

"પરિવારવાદનાં પરિણામો દેશે ભોગવ્યાં છે"
PM મોદીએ કોંગ્રેસને ટાર્ગેટ કરતાં કહ્યું કે, ગૃહમાં અનેક યંગ સાંસદગણ છે...ઉત્સાહ અને ઉમંગ પણ છે...પણ કદાચ તેમની છવી આગળ આવી જાય અને પોતાની છબી ઢંકાઈ જાય એ ચિંતામાં યુવાઓને મોકો જ ન આપવામાં આવ્યો. એટલે કે એક પ્રકારે એટલું મોટું પોતાનું, વિપક્ષનું, સંસદનું અને દેશનું નુક્સાન કરી બેઠાં છે. હું હંમેશા કહું છું કે દેશને હંમેશા સારા વિપક્ષની ઘણી જરૂર છે. દેશે જેટલાં પરિવારવાદનાં પરિણામો ભોગવ્યાં છે અને ખુદ કોંગ્રેસે પણ પરિણામો ભોગવ્યાં છે.

"એક પરિવારમાંથી જેટલા સભ્યો આવે તેમું સ્વાગત છે"
વિપક્ષ પર આક્રમણ કરતાં PM મોદીએકહ્યું આપણે કેવા પરિવારવાદની ચર્ચા કરીએ છીએ. જો કોઈ પરિવારમાં એકથી વધારે સભ્યો પોતાની લાયકાતે, જનસમર્થનથી જો રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો અમે તેને કોઈ દિવસ પરિવારવાદ નથી કહ્યું. અમે પરિવારવાદ તેને કહીએ છીએ જે પાર્ટી પરિવાર ચલાવે છે, જે પાર્ટી પરિવારનાં લોકોને પ્રાથમિકતા આપે છે, જે પાર્ટીનાં તમામ નિર્ણયો પરિવારનાં લોકો કરે છે...

વધુ વાંચો: જ્ઞાનવાપી બાદ હિન્દુપક્ષની વધુ એક મોટી કાયદાકીય જીત, કોર્ટ કહ્યું મજાર નહીં લાક્ષાગૃહ છે, 53 વર્ષ બાદ આવ્યો ચુકાદો

'રાજનાથ સિંહ કે અમીત શાહ પાર્ટી નથી"
તેમણે કહ્યું કે," ન તો રાજનાથ સિંહની કોઈ પાર્ટી છે અને ન તો અમીત શાહની કોઈ પાર્ટી છે.  દેશનાં લોકતંત્ર માટે પરિવારવાદી રાજનીતિ, પરિવારવાદી પાર્ટીની રાજનીતિ આપણાં સૌ માટે એક ચિંતાનો વિષય હોવો જોઈએ. " તેમણે આગળ કહ્યું કે, "હું તો કોઈ પરિવારનાં 10 લોકો રાજકારણમાં પ્રગતિ કરે હું સ્વાગત કરીશ...દેશમાં જેટલી નવી પેઢી સારા લોકો આવે તેનું સ્વાગત જ છે..પણ સવાલ એ છે કે પરિવાર જ પાર્ટી ચલાવે છે. એવું નક્કી છે કે આ અધ્યક્ષ નથી તો તેનો પુત્ર બનશે, એ નહીં હોય તો તેનો પુત્ર હશે..આ લોકતંત્રનો ખતરો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ