બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Pipaleshwar Ganapatidada resides in Ambikanagar of Disa Banaskantha

દેવદર્શન / સપનું આવ્યું, જોયું તો ગણપતિના આકાર વાળી ઝાડ પર આકૃતિ દેખાઈ, પ્રસાદીમાં ચડે છે મગ અને ભાત

Dinesh

Last Updated: 07:25 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Darshan: ગજાનંદ ગણપતિની આસ્થા અતૂટ છે, ડીસા શહેરના અંબિકા નગર વિસ્તારમાં 16 વર્ષ પહેલા પીપળેશ્વર ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી

હિન્દુ ધર્મના લોકો કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિની પૂજા અર્ચના કર્યા બાદ જ કરે છે. સમગ્ર ભારતભરમાં ગણપતિની અનોખી આસ્થા રહેલી છે. ડીસા શહેરના અંબિકા નગર વિસ્તારમાં સોળ વર્ષથી પીપળેશ્વર ગણપતિદાદાના બિરાજમાન છે. સ્વયંભૂ પીપળાના વૃક્ષમાં પ્રગટ થયેલા ગણપતિદાદાએ અનેક લોકોની મનોકામના પૂર્ણ કરી છે. દર મંગળવારે પીપળેશ્વર ગણપતિદાદાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે.

ડીસાના અંબિકાનગરમાં બિરાજમાન પીપળેશ્વર ગણપતિદાદા

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભકાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિના આશીર્વાદથી કરવામાં આવે છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં ગણપતિદાદાની એક અનેરી આસ્થા રહેલી છે. સમગ્ર ભારતભરમાં ગજાનંદ ગણપતિની આસ્થા અતૂટ છે. ડીસા શહેરના અંબિકા નગર વિસ્તારમાં 16 વર્ષ પહેલા પીપળેશ્વર ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આજથી 16 વર્ષ પહેલા અંબિકા નગર વિસ્તારમાં રહેતા ચંદ્રાબેન માળી પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં સુતા હતા તે સમયે ગણપતિદાદાએ તેમને સપનામાં આવીને કહ્યું હતું કે આ પીપળાના વૃક્ષમાં મારો વાસ છે. સવારે હું સ્વયંભૂ દર્શન આપીશ. અને સવારે વહેલા ઊઠીને ચંદ્રાબેન માળીએ પીપળાના વૃક્ષ પાસે જઈને જોતા સાક્ષાત ગણપતિના આકાર વાળી ઝાડ પર આકૃતિ જોવા મળી હતી.

ચંદ્રાબેન માળીના સ્વપ્નમાં આવ્યા હતા ગણપતિદાદા

ચંદ્રાબેન માળીએ તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવી ગણપતિદાદાના પરચાની વાત કરી હતી અને આજુબાજુના વિસ્તારના લોકોએ મંદિરની સ્થાપના કરી અને ગણપતિદાદાનું મંદિર બનાવી ત્યાં પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી. 16 વર્ષથી પૂજારી તરીકે વર્ષાબેન માળી સેવા આપી રહ્યા છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી દર મંગળવારે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગજાનંદ ગણપતિને પ્રસાદ રૂપે મગ અને ભાત ચડાવવામાં આવે છે. જેથી દર મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મગ અને ભાતની પ્રસાદી ચઢાવ્યા બાદ ભક્તોને ભોજનમાં પીરસે છે. આમ છેલ્લા 16 વર્ષથી પીપળાના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિની આસ્થા દિવસે ને દિવસે લોકોમાં વધી રહી છે.

પીપળાના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ  ગણપતિ

સ્વયંભૂ પીપળાના ઝાડમાં પ્રગટ થયેલા ગણપતિની પૂજા અર્ચના ભક્તો નિયમિત કરે છે મંદિરમાં ભક્તો દ્વારા સવાર સાંજ બે સમય ગણપતિદાદાની આરતી કરવામાં આવે છે. ખાસ કરીને ભાવિકો દાદા સમક્ષ સંતાન પ્રાપ્તિ, સગાઈ, મકાન માટે અને ધંધા રોજગાર માટે ખાસ બાધા આખડી રાખે છે. અનેક ભાવિકોની બાધા ગણપતિદાદાના આશીર્વાદથી પૂર્ણ પણ થઈ છે જેના કારણે દિવસેને દિવસે પીપળેશ્વર ગણપતિના મંદિરની આસ્થા ભક્તોમાં વધી રહી છે. દર મંગળવારે મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. જેના કારણે પીપળેશ્વર ગણપતિદાદાના મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભાવિકોએ રાખેલી બાધા પૂર્ણ કરવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો આવે છે.

વાંચવા જેવું: આ છે ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, જે સતયુગમાં બ્રહ્મપુર તરીકે ઓળખાતું, જાણો પૌરાણિક મહત્વ

દર મંગળવારે મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે

ડીસાના પીપળેશ્વર ગણપતિદાદાના મંદિરે વર્ષ દરમિયાન ભક્તિના અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. પીપળેશ્વર ગણપતિના મંદિરે ભક્તો દ્વારા નવરાત્રી, ગણેશચતુર્થી, શિવરાત્રી, જન્માષ્ટમી, રામ નવમી, ચૈત્ર મહિનામાં કથા, ઉતરાયણ તહેવાર નિમિત્તે ખાસ ખીચડો અને કડીની પ્રસાદીનું ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી માગસર ચોથના દિવસે ઐઠોર મંદિર ખાતે ડીસાથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. જે સંઘમાં 100 થી પણ વધુ ભક્તો જોડાય છે અને ઐઠોર ખાતે આવેલા ગણપતિના મંદિરે પ્રથમ ડીસાના ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે. છેલ્લા 16 વર્ષથી સ્વયંભૂ પ્રગટ થયેલા ગજાનંદ ગણપતિની આસ્થા ડીસા અને આજુબાજુના અનેક વિસ્તારોના ભાવિકોમાં અતૂટ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ