બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Pilot project of smart parking started in Ahmedabad

સુવિધા / અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ, સેન્સરથી ગાડી લોક થશે સ્કેનરથી ખુલશે

Vishal Khamar

Last Updated: 02:45 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની રહી છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે એએમસી દ્વાા હવે અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

  • અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બની રહી છે
  • અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ બનાવ્યા
  • એસ.જી. હાઈવે તેમજ સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે તેને ઘ્યાનામાં લઇને AMC દ્વારા હવે અમદાવાદામં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 

સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
અમદાવાદ શહેરના સિંઘુ ભવન રોડ પર AMC દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિયત કરવામાં આવેલ કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્ટોલ કરવામાં આવશે અને કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે છે.  ત્યારે ફરજીયાત ગાડીને સેન્સર પર લઇ જઇને ગાડી પાર્ક કરવાની રહેશે અને 5 મિનિટ બાદ પાર્ક કરેલ ગાડીની નીચેનુ સેન્સર અપ થઇ જશે અને ગાડીનુ એક વ્હીલ લોક થઇ જશે. ત્યારબાદ કાર ચાલકને ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢવા માટે પાર્કિગ સ્લોટ પર રહેલુ સ્કેનર સ્કેન કરવાનુ રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલુ પેમેન્ટ ઓનલાઇન કરવાનુ રહેશે. આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ મણિનગર દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચડશે, AMC કંટ્રોલમાં ફરિયાદ

પ્રોજેક્ટ માટે AMC દ્વારા 5 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી
હાલમાં અમદાવાદ શહેરના સિંઘુ ભવન પર આવેલા ગોઢિલા ગાર્ડન ની બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં આશરે 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા 5 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ