બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTO goes viral Anushka Sharma, Sachin Tendulkar and Dinesh Karthik visiting Ahmedabad to watch India-Pakistan match
Megha
Last Updated: 01:39 PM, 14 October 2023
ADVERTISEMENT
આજે 14મી ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે દેશભરના ઘણા લોકો બંને ટીમો વચ્ચેની આ ઔતિહાસિક ટક્કર જોવા માટે તૈયાર છે, ત્યારે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ મેચ જોવા અને તેના પતિ વિરાટ કોહલીને સમર્થન આપવા માટે અમદાવાદ આવી પંહોચી છે.
ADVERTISEMENT
આ સાથે જ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ મેચ જોવા માટે અમદાવાદ ગયા છે. હાલ એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં અનુષ્કા શર્મા ક્રિકેટર સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિક સાથે પણ પોઝ આપતી જોવા મળી હતી. ક્રિકેટર દિનેશ કાર્તિકે શેર કરેલી પોસ્ટમાં ત્રણેય તસવીરમાં હસતા જોવા મળે છે, જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે. આ સિવાય એરપોર્ટ પરથી અનુષ્કાનો અને સચિન તેંડુલકરનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
અનુષ્કા શર્મા ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદ પહોંચી
બંને ટીમો વચ્ચેની વર્લ્ડ કપ મેચ જોવા માટે ચાહકો લાંબા સમયથી તે દિવસની રાહ જોઈ રહ્યા હતા. આ મેચ આજે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પણ તેની ટીમ સાથે મેદાન પર જોવા મળશે અને હવે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ માટે ચીયરલીડર બનવા શહેરમાં આવી ગઈ છે. અભિનેત્રી ઓલ બ્લેક ડ્રેસ પહેરેલી અને ચશ્મા પહેરેલી જોવા મળી હતી.
Royalty at 35,000 ft ✈️
— DK (@DineshKarthik) October 14, 2023
Wishing #TeamIndia all the very best for today! 🇮🇳#INDvPAK pic.twitter.com/beqYIcuvcy
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનુષ્કા અને વિરાટ બીજી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. જો કે વિરાટ કે અનુષ્કા તરફથી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. અનુષ્કા શર્મા બાદ હવે ચાહકોની નજર આથિયા શેટ્ટી પર ટકેલી છે. શું આથિયા પતિ કેએલ રાહુલ અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા અમદાવાદ આવશે કે નહીં? એ જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT