બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PGVCL issued a notice to the farmer for recovery of Rs 1 only

અહો આશ્ચર્યમ્….! / વાહ રે PGVCL! માત્ર 1 રૂપિયાની વસૂલાત માટે ખેડૂતને નોટિસ ફટકારી, ઉર્જા મંત્રીએ આપ્યો તપાસનો આદેશ

Priyakant

Last Updated: 03:45 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli Farmer PGVCL Notice Latest News: PGVCL દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને 5 રૂપિયાની ટીકીટ ખર્ચી 1 રૂપિયાની રિકવરી માટે પાઠવી નોટિસ,  ઉર્જા મંત્રીએ કહ્યું, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ

  • ખેડૂતને PGVCLની વિચિત્ર નોટિસ 
  • 1 રૂપિયો બાકી હોવાની ખેડૂતને નોટિસ 
  • હરેશભાઈ સોરઠિયા નામના ફટકારી નોટિસ
  • અદાલતમાં 1 રૂપિયો ભરવા અંગે નોટિસ 
  • નોટિસ ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Amreli Farmer PGVCL Notice : અમરેલીના ખેડૂતને 1 રૂપિયાની રિકવરી માટે નોટીસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, PGVCLની કોર્ટ દ્વારા ખેડૂતને 5 રૂપિયાની ટીકીટ ખર્ચી માત્ર 1 રૂપિયાની રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ હવે ઉર્જા મંત્રી કનુ દેસાઇનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ. 
 
અમરેલીના વડિયામાં ખેડૂતને PGVCLની વિચિત્ર નોટિસ મળી છે. વિગતો મુજબ PGVCLની 1 રૂપિયો બાકી હોવાની ખેડૂતને નોટિસ આપવામાં આવી છે. હરેશભાઈ સોરઠિયા નામના ખેડૂતને રદ્દ થયેલા કનેક્શનનો 1 રૂપિયો બાકી હોવાની નોટિસ અપાઈ છે. જેમાં વડિયા લોક અદાલતમાં 1 રૂપિયો ભરવા અંગે નોટિસ ઇસ્યુ થયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

શું છે સમગ્ર મામલો ? 
અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને PGVCL દ્વારા એક રૂપિયાની નોટિસ અપાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ 7 વર્ષ પહેલા કુકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતું. જે બાદમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે PGVCL દ્વારા કોર્ટ મારફતે કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે. પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે.  

જાણો શું કહ્યું ઉર્જામંત્રીએ ? 
PGVCL દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને નોટીસ ફટકારી છે. જેમાં 5 રૂપિયાની ટીકીટ ખર્ચી 1 રૂપિયાની રિકવરી નોટિસ પાઠવવા મામલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે,  આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ. સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને જણાવીશ. આ સાથે કહ્યું કે, નોટિસ મુદ્દે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ