બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / People of the Muslim community spoke Ab Ki Bar 400 par in a mosque in Bhopal

મધ્યપ્રદેશ / ભોપાલની મસ્જિદમાં PMના સમર્થનમાં પોસ્ટરો, 'મોદી હૈ તો મુમકિન હૈ'ના નારા પણ બોલાયા

Vishal Dave

Last Updated: 10:52 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયો ભોપાલની હૈદરી મસ્જિદના અલીગંજ ઓડિટોરિયમનો હોવાનું કહેવાય છે, બોહરા સમુદાયના ઘણા લોકો પણ હાથમાં 'ફીર એકબાર મોદી સરકાર' ના પ્લેકાર્ડ લઈને હાજર રહ્યા હતા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુસ્લિમ બોહરા સમુદાયના કેટલાક લોકો એક કાર્યક્રમમાં 'મોદી હૈ તો મુમકીન હૈ' અને 'અબ કી બાર 400 પારના નારા લગાવતા જોવા મળે છે. આ વીડિયો ભોપાલની હૈદરી મસ્જિદના અલીગંજ ઓડિટોરિયમનો હોવાનું કહેવાય છે. જ્યાં ભોપાલથી ભાજપના ઉમેદવાર આલોક શર્મા શુક્રવારે પોતાના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં ભાજપના ઉમેદવારે ન  માત્ર ધાર્મિક નેતાઓ અને બોહરા સમુદાયના લોકો સાથે મુલાકાત કરી, પરંતુ તેમના મોઢેથી પ્રેમપૂર્વક ભાજપના સમર્થનમાં નારા પણ લગાવડાવ્યા.આ દરમિયાન બોહરા સમુદાયના ઘણા લોકો પણ હાથમાં 'ફીર એકબાર મોદી સરકાર' ના પ્લેકાર્ડ લઈને હાજર રહ્યા હતા.

ભાજપના ઉમેદવારે વીડિયો શેર કર્યો

ભાજપના સમર્થનમાં મુસ્લિમ સમુદાયના લોકોએ લગાવેલા નારાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાના સોશિયલ મીડિયા (X) એકાઉન્ટ પર આ મીટિંગનો વીડિયો શેર કરતી વખતે, ભોપાલના બીજેપી ઉમેદવારે લખ્યું, 'દરેક સમુદાયનો હવે એક જ અવાજ છે... અબ કી બાર 400 પાર 

આ બધું વીડિયોમાં બતાવવામાં આવ્યું છે...

આ વીડિયોમાં ભોપાલના અલીગંજ ઓડિટોરિયમમાં આયોજિત આ સભામાં મુસ્લિમ બોહરા સમુદાયના લોકો વચ્ચે ભાજપના ઉમેદવારો જોવા મળે છે, જ્યાં સમાજના લોકો તેમનું સ્વાગત કરે છે. દરમિયાન તેમને સંબોધિત કરતી વખતે ઉમેદવારે મોદી હૈ તો મુમકીન હૈ અને આ વખતે અબ કી બાર 400 પાર જેવા નારા લગાવ્યા હતા, જેમાં ત્યાં બેઠેલા લોકોએ પણ હાથ ઊંચા કરીને તેમને સમર્થન આપ્યું હતું.

વીડિયોમાં આગળ, ત્યાં હાજર મુસ્લિમ ધર્મગુરુ ભાજપના ઉમેદવારની જીત માટે પ્રાર્થના કરે છે અને કહે છે, 'અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમને સફળતા આપે, અમે અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરીએ છીએ. પોતાના સૈયદના સાહેબ સાથે એમણે ઘર જેવો સંબંધ બનાવ્યો છે. સૈયદના સાહેબ પણ તેમને ખૂબ માન આપે છે. અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમને સફળતા આપે.

આ પણ વાંચોઃ લેડીસ ટોઈલેટમાં ઘુસી ગયાં લોકસભા ઉમેદવાર, ભૂલમાં કે બીજું કંઈક? વીડિયો વાયરલ

ભાજપે પૂર્વ મેયરને ટિકિટ આપી

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 4 તબક્કામાં મતદાન થશે. આ દરમિયાન ભોપાલમાં 7મી મેના રોજ મતદાન થશે. આ વખતે ભાજપે પૂર્વ મેયર આલોક શર્માને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસ તરફથી અરુણ શ્રીવાસ્તવ છે. ભોપાલ લોકસભા બેઠક ભાજપનો મજબૂત ગઢ છે, તેણે અહીંથી સતત 9 ચૂંટણી જીતી છે અને 1989થી અજેય છે.  સુશીલ ચંદ્ર વર્મા 1989 થી 1998 દરમિયાન ચાર ચૂંટણીઓમાં અહીંથી સાંસદ હતા. આ પછી 1999માં ઉમા ભારતીએ ચૂંટણી જીતી હતી. કૈલાશ જોશી 2004 અને 2009માં સાંસદ બન્યા હતા. આલોક શર્મા 2014માં અહીંથી ચૂંટાયા હતા. 2019માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં પ્રજ્ઞા ઠાકુર ભાજપની ટિકિટ પર જીત્યા હતા.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ