બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / અજબ ગજબ / Pearl Kapur zyber 365 became billionaire in 3 months with AI start up
ADVERTISEMENT
ભારત એ અરબપતિઓનું ઘર છે. દરવર્ષે દેશમાં અરબપતિઓની સંખ્યા વધી રહી છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા અરબપતિઓને તો સૌકોઈ ઓળખે છે પણ દેશમાં કેટલાક એવા યંગ આંત્રપ્રેન્યોર છે જેઓ નાની ઉંમરમાં અરબપતિ બની ચૂક્યાં છે. તેવું જ એક નામ છે પર્લ કપૂર...27 વર્ષીય પર્લ કપૂરે 3 મહિનામાં પોતાની કંપનીને યૂનિકોર્ન બનાવી લીધી.
ADVERTISEMENT
Zyber 365નો માલિક
પર્લે 2023માં પોતાનું સ્ટાર્ટઅપ Zyber 365 શરૂ કર્યું હતું. તેની કંપની એક વેબ3 અને AI બેસ્ડ OS સ્ટાર્ટઅપ છે. આ પ્રોડક્ટ બજારમાં આવતાંની સાથે જ રિટેલ સેક્ટરમાં ધૂમ મચાવી બેઠી અને પર્લનો આઈડિયા હિટ થઈ ગયો. માત્ર 3 મહિનામાં Zyber 365 યૂનિકોર્ન કંપની બની ગઈ. કંપનીનું વેલ્યૂએશન 1.2 અરબ ડોલર એટલે કે 9840 કરોડ રૂપિયા છે.
લંડનનાં ક્વીન મેરી યૂનિવર્સિટીથી ઈન્વેસ્ટમેંટ બેંકિંગમાં ગ્રેજ્યુએશન અને ફાઈનેંશિયલ એડવાઈઝર અને એંટિયર સોલ્યૂશંસનાં બિઝનેસ એડવાઈઝર તરીકે કામ કર્યા બાદ પર્લે પોતાનું કામ શરૂ કર્યું. તેઓ જાણી ચૂક્યાં હતાંકે આવનારો સમય AI નો છે. તેથી તેમણે પોતાનું સ્ટાર્ટઅપ પણ આ જ દિશામાં કર્યું. મે 2023માં તેમણે પોતાની કંપની Zyber 365ની શરૂઆત કરી. પર્લ બ્લોકચેન, AI અને સાયબર સિક્યોરિટીને એકસાથે ભેગું કરીને એક પરફેક્ટ સોલ્યુશન તૈયાર કરવા ઈચ્છતાં હતાં. તેથી તેમણે Zyber 365ને તૈયાર કર્યું.
ADVERTISEMENT
વધુ વાંચો: બિઝનેસ ક્ષેત્રે મુકેશ અંબાણીનો દબદબો યથાવત: ફરીવાર રિલાયન્સ બની દેશની નંબર 1 કંપની, જાણો કઇ રીતે
100 મિલિયન ડોલરનું રોકાણ
પર્લે AI સોલ્યૂશનની સાથે કંપનીની શરૂઆત કરી. કંપનીની હેડઓફિસ લંડન રાખી જ્યારે ઓપરેશન અમદાવાદથી ઓપરેટ થાય છે. માત્ર 3 મહિનાની અંદર તેમની કંપનીની વેલ્યૂએશન 1.2 અરબ ડોલર એટલે કે 9840 કરોડ રૂપિયા પહોંચી ગઈ. જ્યારે પર્લ કપૂરની નેટવર્થ 1.1 અરબ ડોલર થઈ ગઈ છે. તેમની કંપની એશિયામાં સૌથી તેજીથી આગળ વધનારી યૂનિર્કોન બની ગઈ છે. કંપનીમાં 90% શેર પર્લની પાસે છે 8,3% શેર કંપનીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરનારી એગ્રીકલ્ચર બેસ્ટ કંપની SRAM અને MRAM Groupની પાસે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.