બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / વિશ્વ / Pascale Sellick married to her blanket duvet

Video / કેવા કેવા લોકો ભર્યાં છે ! છોકરીએ બોયફ્રેન્ડના ધાબળા સાથે કર્યાં લગ્ન, હસી હસીને ગોટા વળી જશો

Vaidehi

Last Updated: 08:05 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાસ્કલ સેલિક નામની મહિલાએ પોતાના ધાબળાથી લગ્ન કર્યાં છે. તેનું કહેવું છે કે તે પહેલી નજરમાં જ પોતાના ધાબળા સાથે પ્રેમ કરી બેઠી હતી. નવાઈની વાત તો એ છે કે તેના બોયફ્રેન્ડને આ લગ્નને લીધે ઈર્ષા નથી પરંતુ ગર્વ છે.

  • એક મહિલાએ પોતાના ધાબળા સાથે રચ્યા લગ્ન
  • બોયફ્રેન્ડ અને ફેમિલી સામે ઓપન વેડિંગ સેરેમનીનું આયોજન
  • સેલ્ફ લવને મહત્વ આપવા કર્યા લગ્ન

માણસ પોતાના સાથે લગ્ન કરે છે તેવું જોયું અને સાંભળ્યું છે પરંતુ કોઈ માણસ પોતાના ધાબળા સાથે પ્રેમમાં પડે અને લગ્ન પણ કરે? એટલું જ નહીં પોતાના બોયફ્રેન્ડની સામે આ મહિલાએ પોતાના ધાબળા સાથે લગ્ન કર્યાં છે. પાસ્કલે કહ્યું કે તેનો બોયફ્રેન્ડ આ લગ્નને સમજે છે અને ગર્વ અનુભવે છે. 

પહેલી નજરમાં જ થયો પ્રેમ
પાસ્કલે 2019માં વેલેન્ટાઈન ડેનાં દિવસે ઓપન વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. તેમનું કહેવું છે કે પહેલી નજરમાં જ તેને આ ધાબળા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેને પોતાનો વફાદાર માને છે. એક રિપોર્ટ અનુસાર તેણે ઈંગ્લેન્ડનાં એક્સેટર શહેરમાં ધાબળા સાથે લગ્ન રચ્યાં અને પોતાના પરિવારની સાથે બોયફ્રેન્ડને પણ આમંત્રિત કર્યો હતો. પાસ્કલે જણાવ્યું કે તેની પાસે ઘણાં ધાબળા છે પરંતુ આ વાળો સૌથી વધુ વફાદાર છે કારણકે તેનાથી તેના ગરમાટો અને આરામ મળે છે. 

સુખ-દુ:ખનો સાથી છે આ ધાબળો
પાસ્કલે કહ્યું કે આ ધાબળા સાથે તેનો સંબંધ એક મિત્ર સમાન છે. તે દુ:ખ અને સુખમાં તેની સાથે રહે છે. જ્યારે તેણે પોતાના બોયફ્રેન્ડને આ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે તે ધાબળા સાથે લગ્ન કરવાનાં ધ્યેયને સમજે છે. પાસ્કલે કહ્યું કે જોની મારો બોયફ્રેન્ડ સમજે છે કે મેં ધાબળાથી લગ્ન આર્ટ અને એક સંદેશ આપવા માટે કર્યાં છે. અમારી વચ્ચે પ્રેમભર્યો સંબંધ છે. મારા બોયફ્રેન્ડને મારા ધાબળાથી ઈર્ષા નથી થતી પરંતુ તેમને તો મારા પર ગર્વ થાય છે.

સેલ્ફ લવને મહત્વ આપવા કર્યા લગ્ન
પાસ્કલે કહ્યું કે તેણે સેલ્ફ લવને મહત્વ આપવા માટે આ લગ્ન કર્યાં છે. જેથી લોકો સમજી શકે કે પ્રેમને મેળવવા માટે રિલેશનશિપમાં રહેવું જરૂરી નથી. પાસ્કલનો ધાબળા સાથે લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ