બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / parineeti chopra and raghav chadha engagement total net worth and car

સંપત્તિ / પરિણીતી ચોપડા અને રાધવ ચઢ્ઢા બંધાયા સગાઇના બંધનમાં,જાણી લો બન્ને પાસે છે કેટલી સંપતિ, આવી છે મોંધીદાટ કારનો કાફલો

Kishor

Last Updated: 12:07 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઘવ અને પરિણીતી બને પોતપોતાના ફિલ્ડમાં જબરદસ્ત સફળતા મેળવી છે. જે રૂપિયા અને નામના બને કમાઈ રહ્યા છે. જાણો બંનેની સંપત્તિ

  • સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપડાની સગાઈ
  • દિલ્હીના કપૂરથલા હાઉસમાં યોજાયો જાજરમાન સમારોહ
  • રાઘવ અને પરિણીતી છે આટલા લાખના માલિક

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પરિણીતી ચોપડાએ આજે સગાઈ કરી લીધી છે. લાંબા ઇન્તજાર બાદ પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢાની આજે સગાઈ થઈ છે. રાજકીય આગેવાનો અને બોલીવુડના દિગજ્જોની હાજરીમાં બનેં જોડાએ એક બીજાને રિંગ પહેરાવી હતી. દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય ધમાકેદાર અને જાજરમાન સમારોહ યોજાયો હતો. રાઘવ અને પરિણીતી બને પોતપોતાના ફિલ્ડમાં જબરદસ્ત સફળતા મેળવી છે. જે રૂપિયા અને નામના બને કમાઈ રહ્યા છે.

રાજ્યસભાના સૌથી યુવા સભ્ય

આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે. જે ગત વર્ષે જ સભ્ય તરીકે ચૂંટાયા છે.  રાઘવ ચઢ્ઢાએ વર્ષ 2012 મા આમ આદમી પાર્ટીમાં જોડાઈને રાજકીય ક્ષેત્રના ડગ માંડયા હતા. તેમનો જન્મ 11 નવેમ્બર, 1988 ના રોજ થયો હતો, રાઘવ ચઢ્ઢા પોતાના પ્રચંડ ભાષણો માટે જાણીતા છે, રાઘવ ચઢ્ઢા રાજકારણમાં પ્રવેશતા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરતા હતા. હવે ખાસ રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 50 લાખ રૂપિયાના માલિક હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર છે. 37 લાખ રૂપિયાનું ઘર અને 90 ગ્રામ સોનાના દાગીના મળી, 52,839 રૂપિયાનો આરોગ્ય વીમો, 14,57, 806 રૂપિયા બેન્કમાં રકમ તથા 6.35 લાખ રૃપિયાનું શેર બજારમાં રોકાણ હોવાનું તેમણે ચૂંટણી ફોર્મ વેળાએ જાહેર કર્યું હતું.

Audi A6, Jaguar XJL અને Audi Q5નું કલેક્શન

જોકે પરિણીતી ચોપરા સંપત્તિના મામલામાં રાઘવ ચઢ્ઢા કરતાં ઘણી આગળ છે. પરિણીતી ચોપરાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરાની સંપત્તિ 60 કરોડ જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફિલ્મોમાં મળેલી ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત. પરિણીતી ચોપરા પાસે મુંબઈમાં લક્ઝરી સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. તથા Audi A6, Jaguar XJL અને Audi Q5 જેવી કાર છે. હિટ ફિલ્મો સિવાય પરિણીતી રિયાલિટી શોમાં પણ ઘણી એક્ટિવ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ