બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / parag desai wagh bakri tea group s executive director passes away at 49 due to accident

દુઃખદ / રખડતા શ્વાને હુમલો કરતા વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇને બ્રેન હેમરેજ થતા નિધન, આજે કરાયા અંતિમ સંસ્કાર

Malay

Last Updated: 11:55 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'વાઘ બકરી' ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન થતાં ગુજરાતના બિઝનેસ જગતમાં શોક, સવારે 9 વાગ્યે થલતેજના સ્મશાન ગૃહ ખાતે કરાયા અંતિમ સંસ્કાર

  • વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું નિધન
  • આજે સવારે 9 વાગ્યે કરાયા અંતિમ સંસ્કાર
  • ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 

પરાગ દેસાઈ

રસ્તા પર પડી જતાં થયું હતું બ્રેન હેમરેજ
મળતી માહિતી અનુસાર, ગત 15 ઓક્ટોબરના રોજ સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઈસ્કોન-આંબલી રોડ પર ચાલવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ કેટલાક રખડતા શ્વાન દોડ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી ગયા હતા. જેથી તેઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓને બ્રેન હેમરેજ થઈ ગયું હતું.

ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં તેઓ સિનિયર ડોક્ટર્સના ઓબ્જર્વેશન હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત લથડતા તેઓને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

સાત દિવસ સુધી રખાયા હતા વેન્ટિલેટર પર
પરાગ દેસાઈના પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, માથામાં ગંભીર ઈજા થયા બાદ તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને નિધન પહેલા તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેઓની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેઓનું હોસ્પિટલમાં અવસાન થયું છે.

અમેરિકાથી કર્યું હતું MBA
વાઘ બકરી એ 104 વર્ષ જૂનું ગ્રૂપ છે. પરાગ દેસાઈ વાઘ બકરી ટી ખાતે સેલ્સ, માર્કેટિંગ અને એક્સપોર્ટ્સ સંભાળતા હતા. પરાગ દેસાઈએ અમેરિકાની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટી ખાતેથી એમબીએની ડિગ્રી મેળવી હતી અને વાઘબકરી ગ્રુપને આગળ લઈ જવા માટે તેઓ યુએસમાં એજ્યુકેશન પૂરું કરીને અમદાવાદ પરત આવ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ