બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Pakistan is under fire for G20 meeting in Kashmir, foreign minister made a controversial statement

G20 Meeting In Kashmir / કાશ્મીરમાં G20 બેઠકને લઈ પાકિસ્તાનને લાગ્યા મરચાં, વિદેશમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન

Priyakant

Last Updated: 08:48 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે, ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને 'કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા'માં સફળ નહીં થાય

  • કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને કારણે હવે પાકિસ્તાનમાં બેચેની
  • પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ફરી વિવાદિત નિવેદન આપ્યું
  • ભારત G20 બેઠક યોજીને 'કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા'માં સફળ નહીં થાય

કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને કારણે હવે પાકિસ્તાનમાં બેચેની જોવા મળી રહી છે. આ તરફ પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. પાડોશી દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે, ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને 'કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા'માં સફળ નહીં થાય.

શ્રીનગર 22-24 મે દરમિયાન ત્રીજી G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં થઈ હતી. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની વર્ષભરની અધ્યક્ષતા સંભાળી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં નેતાઓની સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કાશ્મીરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજવાના નવી દિલ્હીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે, તેને "સ્વાર્થી ચાલ" ગણાવી છે.

શું કહ્યું બિલાવલે ? 
એક ખાનગી મીડીયા અનુસાર પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK)માં તેમની ત્રણ દિવસીય મુલાકાતે ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી બિલાવલે કહ્યું,  'ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી.'

તેમણે કહ્યું, 'એ સમયે જ્યારે ભારત કાશ્મીરમાં કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. મને PoJKમાં વિધાનસભાને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બિલાવલે કહ્યું કે તે કાશ્મીરી લોકો સાથે એકતા વ્યક્ત કરવા બાગ જિલ્લામાં એક વિરોધ રેલીમાં પણ ભાગ લેશે.તેમણે કહ્યું, 'હું માનું છું કે જ્યારે કોઈ દેશ ભારત જેવું પગલું ભરે છે ત્યારે તેનો અસલી ચહેરો દુનિયાની સામે આવે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ