બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / padmashri dahyabhai shastri passed away at the age of 97 at nadiad great scholar of sanskrit language
ADVERTISEMENT
Padmashri Dahyabhai Shastri Passed Away: નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પાર્થિવદેહને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીની વિદાયથી નડિયાદ સહિત ગુજરાત રાજ્યને એક ઉમદા સંસ્કૃત વિદ્ધાનની કાયમી ખોટ પડી છે.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥ ૐ શાંતિ...!'
ADVERTISEMENT
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ...!
ADVERTISEMENT
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યો શોક
ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની વયે અવસાન થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'સંસ્કૃતના પ્રખર વિદ્વાન, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના નિધનથી ગુજરાતે અને દેશે સંસ્કૃત ભાષાના શિક્ષણ અને વ્યાપ માટે અમૂલ્ય યોગદાન આપનાર અને સંસ્કૃત ભાષારૂપી વિરાસતનું કાળજીપૂર્વક સંવર્ધન કરનાર રત્નને ખોયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનો તથા અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.'
સંસ્કૃતના પ્રખર વિદ્વાન, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના નિધનથી ગુજરાતે અને દેશે સંસ્કૃત ભાષાના શિક્ષણ અને વ્યાપ માટે અમૂલ્ય યોગદાન આપનાર અને સંસ્કૃત ભાષારૂપી વિરાસતનું કાળજીપૂર્વક સંવર્ધન કરનાર રત્નને…
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 10, 2023
ADVERTISEMENT
મહેસાણા જિલ્લામાં થયો હતો જન્મ
પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીનો 26 ફેબ્રુઆરી, 1926ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામે થયો હતો. તેમણે અમદાવાદ અને વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેઓએ હિન્દી વિશારદ, સાહિત્યાચાર્ય, વ્યાકરણાચાર્ય સહિતની પવી પ્રાસ્ત કરી હતી. તેઓ સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા હતા. તેઓ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાયો હતો પદ્મશ્રી એવોર્ડ
ડાહ્યાભાઈ શાસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓએ નડિયાદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામની સ્થાપના કરી હતી. વર્ષ 2016માં ડાહ્યાભાઈ શાસ્ત્રી રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. સંસ્કૃત રક્ષા એ જ રાષ્ટ્ર રક્ષા, તેવો તેમનો જીવનમંત્ર હતો. સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધનથી રાજ્યને ઉમદા સંસ્કૃત વિદ્વાનની મોટી ખોટ પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.