બ્રેકિંગ ન્યુઝ
VTV / Padma Shri Shah Rashid Ahmed Qadri art praised Prime Minister Narendra Modi
Mahadev Dave
Last Updated: 11:56 PM, 5 April 2023
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ આજે બુધવારે પોતપોતાના ક્ષેત્રમાં યશસ્વી યોગદાન આપનાર કુલ 53 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ પદ્મ વિભૂષણ, પાંચ પદ્મ ભૂષણ અને 45 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. ત્યારે આજે શાહ રશીદ અહેમદ કાદરીએ ઓવોર્ડ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને તેમની સાથે દિલ ખોલીને વાત કરી હતી.
#WATCH | Padma Shri awardee Shah Rasheed Ahmed Quadari thanked PM Modi after he received the award today
— ANI (@ANI) April 5, 2023
"During Congress rule, I didn't get it (Padma Shri). I thought BJP govt will not give it to me but you proved me wrong, " says Shah Rasheed Ahmed Quadari pic.twitter.com/BKQGMKc10R
ADVERTISEMENT
મેં 10 વર્ષ સુધી સતત પ્રયાસો કર્યા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે શાહ રશીદ અહેમદ કાદરીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કર્યું હતું. જેને લઈને કાદરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી કહ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન મેં આ એવોર્ડ મેળવવા માટે 10 વર્ષ સુધી સતત પ્રયાસો કરવા છતાં આ એવોર્ડ મને મળ્યો ન હતો. બાદમાં હું વિચારવા લાગ્યો કે ભાજપની સરકાર આવ્યા પછી મને આ સન્માન નહીં મળે, પરંતુ તમી એવોર્ડ માટે પસંદ કરીને ખોટો ઠેરવ્યો છે.
ખ્યાતનામ કારીગર છે શાહ રશીદ અહેમદ કાદરી?
વિશ્વભરમાં હસ્તકલાને પ્રોત્સાહન આપવામાં અનેરું યોગદાન આપનાર શાહ રશીદ અહેમદ કાદરી પ્રખ્યાત કારીગર છે. તે બિદ્રીમાં ઘણી નવી પેટર્ન અને ડિઝાઇન રજૂ કરવા માટે જાણીતા છે. કલામાં આ અદ્દભુત યોગદાન બદલ તેઓનું પદ્મશ્રી 2023થી નવાજવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.