બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ભારત / Politics / over 200 crore recovered in raids on congress mp dhiraj sahu in jharkhand and odisha

ITની રેડમાં કાળી કમાણી / 200 કરોડ રોકડા... ટ્રક નાનો પડી ગયો, રૂપિયા ગણાવાના મશીન ફેલ : કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસે ક્યાંથી આવ્યા આટલા રૂપિયા?

Parth

Last Updated: 12:02 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhiraj Sahu : કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા પાસેથી ઝડપાયો ખજાનો, ITની રેડમાં તિજોરી ભરીને રોકડા મળ્યા, કોથળા ભરીભરીને ટ્રકમાં લઈ જવા પડ્યા પૈસા.

  • કોંગ્રેસના સાંસદના ત્યાં કાળો ખજાનો ઝડપાયો 
  • નોટો ગણવાની મશીનો થઈ ગઈ બંધ 
  • 200 કરોડ રૂપિયાની ગણતરી પૂર્ણ, 300 કરોડ હોવાની શક્યતા 

ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. આ રેડમાં જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેટલા રૂપિયા રોકડા મળી રહ્યા છે. રાંચી, લોહરદગા અને ઓડિશાના અનેક ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. સાંસદ પાસેથી એટલા બધા રૂપિયા મળ્યા કે તેને લઈ જવા માટે તંત્રને ટ્રકની જરૂર પડી. 

કુલ 300 કરોડ રૂપિયા રોકડા હોવાની શક્યતા 
આટલું જ નહીં નોટોને ગણવા માટે લાવવામાં આવેલ મશીનો પણ ફેલ થઈ ગઈ. ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર જે રૂપિયા ઝડપાયા છે તેમાંથી 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને અધિકારીઓ કહી રહ્યા છે કે હજુ તો અડધા રૂપિયા ગણાવાના બાકી છે. એક અંદાજ અનુસાર 300 કરોડ રૂપિયાથી વધુ કેશ ઝડપાઇ છે. 

દારૂની કંપનીનો છેલ્લા 40 વર્ષથી કારોબાર 
નોંધનીય છે કે ધીરજ સાહુ અને તેમના પરિજનો દારૂની કંપની ચલાવે છે. બળદેવ સાહૂ એન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ આ જ સાહૂ પરિવારની છે. છેલ્લા 40 વર્ષથી આ પરિવાર દારૂ બનાવે છે. ધીરજ સાહુના પિતાના નામથી કંપનીનું નામ રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં ભરવામાં આવતા ફોર્મમાં ધીરજ સાહુએ પોતાની સંપત્તિ માત્ર 34 કરોડ રૂપિયા દર્શાવી હતી.  તો સવાલ એ થાય છે કે અબજો રૂપિયાની રોકડ રકમ કોની છે? 

ટ્રકમાં લઈ જવા પડ્યા પૈસા 
IT વિભાગે સૌથી પહેલા બળદેવ સાહુ કંપનીની પાર્ટનરશીપ ફર્મ પર કાર્યવાહી શરૂ કરી હતી. પૈસા લઈ જવા માટે 157 બેગ લાવવામાં આવી, બેગ ઓછા પડ્યા તો કોથળામાં પૈસા ભરવામાં આવ્યા અને તે બાદ ટ્રકમાં તમામ નાણાં ભરીને બેન્કમાં લઈ જવામાં આવ્યા. 

કોંગ્રેસ પાર્ટીમાં છે મોટું પદ 
સાંસદ ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ 2009માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ 2010માં બીજી વાર અને 2018માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ