બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Outrage in Pakistan After Man Gropes Burqa-clad Woman Walking on Street in Islamabad

વાયરલ / VIDEO : પાકિસ્તાનીની નીચ હરકત, બુરખો પહેરીને જઈ રહેલી મહિલા સાથે અંધારામાં જુઓ શું કર્યું, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:05 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં બુરખો પહેરીને જઈ રહેલી એક મહિલા સાથે નીચ હરકત કરનાર શખ્સનો વીડિયો વાયરલ થયો છે.

  • પાકિસ્તાનમાં મોંઘવારી વધતા દેશ થયો બર્બાદ
  • હવે છેડતીની ઘટનાઓ વધી
  • ઈસ્લામાબાદમાં મહિલા સાથે થઈ નીચ હરકત
  • બુરખો પહેરીને જઈ રહેલી મહિલા સાથે છેડતી
  • શખ્સે પાછળથી કરી નીચ હરકત 
  • ઘટનાનો વીડિયો થયો વાયરલ 

કંગાળીને આરે આવી ગયેલા પાકિસ્તાનમાં હવે હવસખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. લોકો હવે જાહેરમાં મહિલાઓની છેડતી કરવા અચકાતા નથી. એક વર્ષમાં ત્રીજી આવી ઘટના બની છે અને હવે વધુ એક વાર ઈસ્લામાબાદમાં આવી ઘટના બની છે. લેટેસ્ટ ઘટનામાં ઈસ્લામાબાદના રસ્તા પર બુરખો પહેરીને જઈ રહેલી એક મહિલા સાથે અંધારામાં પાછળથી આવીને એક શખ્સે નીચ હરકત કરી હતી અને તેની આ નીચ હરકત સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. ઘટના બાદ પાકિસ્તાનમાં મહિલાઓની સલામતીને લઈને મોટો સવાલ છેડાયો છે. 

ઈસ્લામાબાદમાં શખ્સે કરી નીચ હરકત 
 ઘટના ઈસ્લામાબાદના 1-10 સેક્ટરની છે. આ ઘટનાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બુરખો પહેરીને એક મહિલા રાત્રે રસ્તા પર એકલી જઈ રહી છે ત્યારે પાછળથી એક શખ્સ આવીને મહિલાને પકડી લે છે.

વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે વીડિયો શેર કર્યો 
વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે આ વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું છે કે આ તસવીર તમામ પુરુષો માટે એક ચેલેન્જ છે. આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ માટે આપણે આ વ્યક્તિને શોધીને એક દાખલો બેસાડવો પડશે નહીં તો કાલે તમારા ઘરની સામે પણ આવી જ ઘટના બનશે.

વીડિયા વાયરલ થયા બાદ પોલીસની ઊંઘ ઉડી 
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્લામાબાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આ કેસમાં કાર્યવાહી કરી રહ્યા છે. ઈસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, પોલીસની એક ટીમ આ મામલે કામ કરી રહી છે. સંબંધિત એસએચઓ સંપર્કમાં છે, કાર્યવાહી કરવી પડશે.

પાકિસ્તાનમાં જાહેરમાં છેડતીની ઘટના નવી નહીં 
પાકિસ્તાનમાં એક મેટ્રો સ્ટેશનની બહાર તુર્કીની એક મહિલાને પરેશાન કરીને તેની સાથે મારપીટ કરવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ગયા વર્ષે એક ટિક ટોકરે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર લાહોરમાં એક વીડિયો શૂટ કરતી વખતે અનેક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાએ એફઆઈઆરમાં કહ્યું હતું કે તેઓએ તેના કપડાં ફાડી નાખ્યા હતા અને નિર્દયતાથી માર માર્યો હતો.

પાકિસ્તાનમાં 70 ટકાથી વધુ મહિલાઓ ઉત્પીડનનો શિકાર
રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં વર્કપ્લેસ પર 70 ટકાથી વધુ મહિલાઓ ઉત્પીડનનો શિકાર બને છે. મહિલાઓના અધિકારો માટે કામ કરતી એનજીઓ વ્હાઇટ રિબન પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, 2004થી 2016 દરમિયાન 4,734 મહિલાઓએ જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ