બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / One more of India's most wanted terrorist was blown up by 'unknown people' in Pakistan

હત્યા / પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને 'અજ્ઞાત લોકો'એ ભડાકે દીધો: મસૂદ અઝહરનો હતો રાઇટ હેન્ડ

Priyakant

Last Updated: 09:42 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Masood Azhar aide Malik Dawood killed News: દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરની ખૂબ નજીક હતો, ઉત્તર વઝીરિસ્તાનના મિરાલીમાં મલિકની હત્યા કરવામાં આવી

  • વિદેશમાં ભારતના દુશ્મનોની સતત થઈ રહી છે હત્યા 
  • અજાણ્યા હુમલાખોરોએ ભારતના વધુ એક દુશ્મનને મારી નાખ્યો
  • લશ્કર-એ-જબ્બરના સંસ્થાપક દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં હત્યા 

Masood Azhar aide Malik Dawood killed : ભારતના દુશ્મનોની વિદેશમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ભારતના વધુ એક દુશ્મનને મારી નાખ્યો છે. માહિતી મુજબ લશ્કર-એ-જબ્બરના સંસ્થાપક દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરની ખૂબ નજીક હતો. પાકિસ્તાની અખબાર અહેવાલમાં મલિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર ઉત્તર વઝીરિસ્તાનના મિરાલીમાં મલિકની હત્યા કરવામાં આવી છે. 

પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો
આતંકવાદનો ઉપયોગ નીતિ અને ભારત વિરોધી સાધન તરીકે કરતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દાઉદ મલિક જેવા આતંકવાદીની અજાણ્યા હત્યાની ઘટનાએ પાકિસ્તાનની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. બીજી તરફ મલિકની હત્યા કરનારાઓ ગુનો કર્યા બાદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળેથી અન્ય એક અજાણ્યા વ્યક્તિની વિકૃત લાશ પણ મળી આવી છે.

સઘન તપાસ શરૂ 
મહત્વનું છે કે, કેટલાક અહેવાલો કહે છે કે મલિકની હત્યા ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે એક ખાનગી ક્લિનિકમાં હતો જ્યાં હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. લશ્કર-એ-જબ્બરના વિકાસમાં તેની ભૂમિકા અને આતંકવાદીઓના વિશાળ નેટવર્ક સાથેના તેના સંબંધોને કારણે તેની સઘન તપાસ કરવામાં આવી રહી હતી.

સરહદ પાર ભારતના દુશ્મનોની હત્યા 
મલિક ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ 17મો આતંકવાદી છે જે વિદેશની ધરતી પર રહસ્યમય રીતે માર્યો ગયો છે. થોડા સમય પહેલા ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે કેનેડામાં માર્યા ગયા હતા. ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાનો સિલસિલો 1999માં કાઠમંડુ જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814ના હાઇજેકર્સમાંના એક ઝહૂર મિસ્ત્રી સાથે શરૂ થયો હતો. ગયા વર્ષે કરાચીમાં મિસ્ત્રીની હત્યા કરવામાં આવી હતી. જે બાદમાં કેનેડા સ્થિત આતંકવાદી રિપુદમન સિંઘ મલિક કે જેના પર એર ઇન્ડિયા ફ્લાઇટ 182 પર બોમ્બ ધડાકા કરવાનો આરોપ હતો અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 300થી વધુ લોકો માર્યા ગયા હતા. જુલાઈ 2022માં કેનેડામાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ