કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પીડિત હતુ. સ્વાસ્થ્ય વ્યવસ્થા ડગમગી ગઈ હતી. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ, ઓક્સિજન, દવાઓ ઓછી પડવા લાગી હતી જેના કારણે મોટી સંખ્યામાં મોત થયા હતા. જો કે થોડાક દિવસ પહેલા હોસ્પિટલોમાં બૃહન્મુંબઈ નગર નિગમ(બીએમસી)એ ‘મુંબઈ મોર્ડલ’અપનાવ્યુ જેના કારણે કોરોનાથી થઈ રહેલા મોતના મામલા ઓછા કરી શકાય. મહારાશષ્ટ્રમાં લોકોના મોતના મામલામાં સ્થિરતા જોતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને મુંબઈ પાસેથી શીખ લેવા કહ્યુ હતુ.
નાખુશ દેખાયા બીએમસીના આયુક્ત
આ અંગે જ્યારે એક ન્યૂઝ ચેનલે બીએમસીના આયુક્ત ઈકબાલ સિંહ ચહલ સાથે વાત કરી તો કે થોડા નાખુશ દેખાયા. તેમણે કહ્યું કે મુંબઈ મોર્ડલ અન્ય શહેરો અને રાજ્યોમાં ત્યારે કામ કરી શકે છે જ્યારે કોરોના વાયરસની સમસ્યાની ગંભારતા અંગે ત્યાના લોકોમાં ઈમાનદારી હોય. ચહલે કહ્યુ કે 2 મહિના પહેલા મને ભારત સરકારમાં મારા સહયોગિયોનો ફોન આવ્યો. જેમા પૂછવામાં આવ્યુ કે ફક્ત મહારાષ્ટ્રમાં કોવિડ કેમ છે અને તે અમારા પર હસી રહ્યા હતા. જો કોઈ અમારા પર હસી રહ્યુ છે તો હું તેમની સાથે પોતાનું મોડલ શેર કેવી રીતે કરુ. જ્યારે સંકટ આવે છે ત્યારે શીખવાનો સમય નથી હોયો આરામથી તે મોડલોને કોપી કરવાનો સમય નથી હોતો.
બેઠકમાં મુંબઈ મોર્ડલ પર ચર્ચા કરી
તેમણે કહ્યુ કે દિલ્હી સરકાર અને કેન્દ્રીય અધિકારીઓની સાથે બુધવારની રાતે એક બેઠકમાં ભાગ લીધો હતો. જેમા મુંબઈ મોર્ડલ પર ચર્ચા કરવામાં આવી. ચહલે કહ્યું મે દિલ્હી સરકારને કહ્યુ કે કોઈ પણ હોસ્પિટલને વધારાના બેડ જોડવા માટે મજબૂર ન કરવા જોઈએ. હોસ્પિટલોમાંથી એસઓએસ કોલ એટલા માટે જાય છે કેમ કે તે રાતભર ઓક્સિજન યુક્ત બેડ વધારવા માટે મજબૂર છે. જે ઓક્સિજન ભંડારણની સાથે પૂરક નથી.
તેમણે કહ્યુ કે મુંબઈમાં જ્યારે ઓક્સિજનની સમસ્યા એક ઈતિહાસ છે. આપણે આપણા હાલના સંસાધનોનો પ્લાન કરી ઉપયોગ કર્યો. બીએમસીએ ઉપલબ્ધ ઓક્સિજન અને તેના સહજ વિતરણ તથ બફર સ્ટોરનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો. જેથી વધારેમાં વધારે જરુરીયાત મંદોને ફાયદો મળી શકે.