બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / old women kaushalya devi live in public toilet in nalanda

શરમજનક / 'ન્યૂ ઈન્ડિયા'માં શૌચાલયમાં રહેવા મજબૂર દાદી-પૌત્રી, આ કહાની સાંભળીને આંખોમાં આંસુ આવી જશે

Arohi

Last Updated: 11:22 AM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાલંદા જિલ્લાના કરાયપરસુરાય પ્રખંડમાં વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની આઠ વર્ષની પૌત્રી શૌચાલયમાં રહેવા મજબૂર

  • શૌચાલયમાં રહેવા માટે મજબૂર છે દાદી-પૌત્રી
  • બીડીઓમાં લાંચ ન આપવાના કારણે આવાસ યોજનામાંથી નામ કમી કરી નાખ્યું 
  • નાલંદાના ગામ દિરીપર વોર્ડ નંબર 3ની તસ્વીર 

ગરીબોના મસીહા જેવા ઉપનામથી સંબોધવામાં આવતા મુખ્યમંત્રી નીતીશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાંથી એક એવી તસ્વીર સામે આવી છે જે વિકાસના કોઈ પણ પ્રકારના ભ્રમ અને દાવાને તોડી નાખશે. કરાયપરસુરાય પ્રખંડ જિલ્લામાં વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની પૌત્રીને એક ઘર પણ નસીબ નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ધોમધખતા તાપથી રક્ષણ મેળવવા માટે દાદી અને પૌત્રી એક સાર્વજનિક શૌચાલયમાં દિવસો પસાર કરી રહ્યા છે.

શૌચાલયમાં દિવસો પસાર કરી રહ્યા છે દાદી-પૌત્રી 
ચોંકાવનારી વાતતો એ છે કે શૌચાલયમાં દિવસો પસાર કરતા કૌશલ્યા દેવી એ જિલ્લામાં રહે છે જ્યાંથી નીતિશ સરકારની લગભગ દરેક યોજનાઓનો શ્રીગણેશ થાય છે. નાલંદાની વિકાસ ગાથાને આખા રાજ્ય સામે મોડલના રૂપમાં રજૂ કરવામાં આવે છે. સીએમ નીતિશે કલ્યાણ બિગહા વાળા પોતાના ખાનદાની ઘરમાં એવું કહીને વિજળીનું કનેક્શન નથી લગાવ્યું કે જ્યારે બિહારનું દરેક ઘર રોશન થશે ત્યારે જ તે પોતાના એ ઘરમાં વિજળીનું કનેક્શન નખાવશે. 

હવે સવાલ એ ઉઠે છે કે સીએમની કહેલી આ વાતને નાલંદા જિલ્લાના ઓફિસરો અને અધિકારીઓએ ગંભીરતાથી લીધી પણ છે કે નહીં? ત્યારે જ તો તેમને કૌશલ્યા દેવીનું અંધકારથી ભરેલું જીવન દેખાઈ નથી રહ્યું. 

ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે દાદી-પૌત્રી
દાદી પૌત્રી શૌચાલયમાં રહેવા પર મજબૂર છે. અને તે પોતાનું ગુજરાન ભીખ માંગીને ચલાવી રહ્યા છે.  પૌત્રી પરથી માતા-પિતાનો હાથ પહેલા જ ઉઠી ચુક્યો છે. બને ગામમાં ઘરે ઘરે જઈને ભોજન માંગીને ખાય છે. કૌશલ્યા દેવીએ જણાવ્યું કે પરિવારના કમાઉ સદસ્યના ન રહેવાના કારણે તેમને મજબૂરીમાં ભીખ માંગવી પડી રહી છે. અને તડકાથી બચવા માટે તે શૌચાલયમાં રહે છે. 

ગામના પૂર્વ સરપંચ રબીશ કુમારે જણાવ્યું કે 2017માં આવાસ યોજનામાં કૌશલ્યા દેવીનું નામ આવ્યું હતું. ત્યારે તે લાભ આપવા માટે તેમની પાસેથી મોટી રકમ લાંચમાં માંગવામાં આવી હતી. ગરબી કૌશલ્યા દેવી પાસે પૌસા ન હતા. માટે તેમનું નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું. કૌશલ્યા દેવી 75 વર્ષના છે અને તેમની પૌત્રી ફક્ત 8 વર્ષની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ