બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / Obey the traffic rules or else the pavement will burst, clouds of worry in the rain, samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ટ્રાફિક નિયમો પાળજો નહીંતર પાવતી ફાટશે, રિવાબા-મેયર બબાલમાં પરિવાર કૂદ્યો, વરસાદમાં ચિંતાના વાદળો

Dinesh

Last Updated: 07:14 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોએ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે

Gujarat Rain Forecast :રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફરી વરસાદ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી જાહેર કરી છે. જે પ્રમાણે, ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં છૂટોઠવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર અત્યારે કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી 2 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોએ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે, જોકે આ ભેજવાળા પવન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાંથી નથી આવી રહ્યા. તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં  વરસાદ થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને  પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે. 

Biggest news regarding Gujarat police recruitment

રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચન અપાયું છે, ટુ વ્હીલરમાં ત્રણ સવારી ન જવું જઈએ તેમજ કારમાં સીટ બેલ્ટ પહેરવા સહિતના નિયમોનું પાલન કરાવવા DGPએ અધિકારીઓને કડક સૂચના આપી છે. પોલીસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે,  કારમાં રહેલી બ્લેક ફિલ્મને પણ તાકીદે દૂર કરવી તેમજ પોલીસ લાઇન, પોલીસ મથક અને પોલીસ કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે.  

Strict instructions to police officers and personnel to strictly follow traffic rules across the state

Politics news : આગમી 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસે પૂર જોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક બાદ ગુજરાતનાં કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે.ગુજરાતનાં કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી તરીકે મુકુલ વાસનિકના નામની જાહેરાત થઈ છે, ત્યારે તેઓ 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને વિધિવત રીતે ચાર્જ સંભાળશે. અત્રે જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં તેઓ કાર્યભાર સંભાળશે. AICCએ ગુજરાતના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણૂક કરી છે 

Gujarat Congress in-charge Mukul Wasnik will visit Gujarat on August 27

આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાવાની છે. તેને લઈને ફેન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની બધી હોટલ પહેલાથી બુક થઈ ચુકી છે.વર્લ્ડ કપ 2023ને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇ હોટલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જનરલ રૂમનુ ભાડુ 80થી 1લાખ સુધી પહોંચ્યું છે જ્યારે ફસ્ટ ક્લાસ રૂમનું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું છે. હોટલની સાથે સાથે ફ્લાઇટના ભાડામાં ભારે ભરખમ વધારો થયો છે. અમદાવાદની હોટલો હાઉસ ફૂલ થતાં મહેસાણા, આણંદ સહિતના શહેરોની હોટેલોના રૂમ ધમધોકાર બુક થઈ રહ્યાં છે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો થયો છે. 

Hotel room rates in Ahmedabad increased due to the match between India and Pakistan on October 14

સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઇકોર્ટે આકરું વલણ આપનાવ્યું  છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને GPCB કોઈ કોંક્રિટ પગલાં લઈ રહ્યા નથી. કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જોઈએ. કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ. તો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ. તમારા પ્રશ્નોનું સમાધાન તમારે જ કરવાનું છે. તમારા પ્રહસનો બતાવીને કામગીરી ન બતાવો તે ચલાવી શકાય નહી. 

જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.

The family members of Mayor Binaben presented to the BJP president regarding the quarrel of BJP leaders in Jamnagar

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીનાં નવા અધ્યક્ષ બન્યાં બાદ અજય રાય પહેલીવખત પોતાના ગૃહ જનપદ વારાણસીનાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે હજારો કાર્યકર્તાઓએ અજય રાયનું ધુમધામથી સ્વાગત કર્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજય રાજે ચૂંટણીને લઈને કેટલાક ખુલાસા પણ કર્યાં.વાતચીત દરમિયાન અજય રાયે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેમને 2014માં મહત્વની જવાબદારી સોંપી હતી. ભાજપાએ તેમની સામે તમામ દાવ રચ્યાં હતાં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ન તો અજય રાય ત્યારે નમ્યો હતો અને ન તો આગળ નમશે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ જે વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને લઈને તેઓ જનતામાં જશે. અજય રાયે જણાવ્યું કે 2014 અને 2019માં જે જવાબદારી તેમને આપવામાં આવી હતી તેઓ ખરા ઉતર્યાં છે અને હંમેશા સારું કામ કરીને દેખાડ્યું છે. આ જ કારણે તેમને આજે આ જવાબદારી પણ મળી છે.

Rahul gandhi will contest for election from amethi says up congress president ajay rai

RBIએ બેંકોને લોનધારકો અંગે મહત્વનો નિર્દેશ આપ્યો છે. BIએ બેંકો અને આર્થિક સંસ્થાનોને વ્યાજદરની વધઘટ સમયે ગ્રાહકોને યોગ્ય માહિતી અને વિકલ્પો પૂરા પાડવા અંગે આદેશો આપતી ગાઈડલાઈન જાહેર કરી છે. રિઝર્વ બેંકે દેશની બેંકોને જણાવ્યું કે, લોન આપતી સંસ્થાઓએ વ્યાજદરો વધાર્યા બાદ ગ્રાહકોની જાણ બહાર EMI ન વધારવા તેમજ વ્યાજનો નિશ્ચિત દર નક્કી કરવા માટેનો વિકલ્પ આપવાનો આદેશ કર્યો છે. આ નવો નિયમ દેશમાં 1 જાન્યુઆરી 2024થી લાગૂ પાડવામાં આવશે.

RBI new rule for all the banks:  Instructed loan landing firms to provide information and options to customer related to emi

ભારતનો ગર્વ ગણાતું ચંદ્રયાન-3 મિશન હવે ચંદ્રની માત્ર 30 કિમી જ દૂર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ૨૩ ઓગસ્ટે ભારતીય સમય મુજબ સાંજે 5 થી 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન સોફ્ટ લેન્ડીંગ થાય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ISRO દ્વારા અદભુત વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લેન્ડરમાં રહેલા અત્યાધુનિક કેમેરા દ્વારા ચંદ્રની તસવીરો અને વીડિયો લીધા બાદ ઈસરો દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ફોટો અને વીડિયો લીધા શેર કરવામાં આવ્યા છે.

Watch the moon with Vikram Lander's camera ISRO released beautiful VIDEO

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી જીત પોતાને નામ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ ભારતે બે રને જીતી હતી. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ લીધા બાદ ભારતને જીતવા માટે 140 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.જેનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 6.5 ઓવરમાં બે વિકેટે 47 રન કર્યા હતા. જોકે આ આ દરમિયાન મેચમાં વરસાદી વિઘ્ન શરૂ થયું હતું. વરસાદને કારણે મેચ રમાવી મુશ્કેલ બનતા નિયમ મુજબ ભારતને વિજેતા જાહેર કરાઈ હતી.

In the match between India and Ireland, Team India defeated Ireland under the DLS rule

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ