બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Now you must get cheap petrol-diesel! Crude prices at the bottom and the Lok Sabha elections on it? How much relief can be had?
Last Updated: 03:47 PM, 1 January 2024
ADVERTISEMENT
જનતાને ક્યારેય પણ સસ્તું પેટ્રોલ-ડીઝલ મળશે ખરુ?. ફરી-ફરીને આ સવાલ સામે આવ્યો. જો કે મોટેભાગે ભાવવધારાના સમાચારની વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઈને સરકાર રાહત આપવા જઈ રહી હોય એવા સંકેત મળી રહ્યા છે. સરકાર લોકસભા ચૂંટણી પહેલા એવો રોડમેપ તૈયાર કરી રહી છે કે જેમાં પેટ્રોલ-ડીઝલના આસમાને આંબતા ભાવ સામે સામાન્ય માણસ થોડી રાહતનો અનુભવ કરી શકે. જો ઓઈલ કંપનીઓ સાથેની વાતચીત ઉપરાંત અન્ય પરિબળોમાં બધું સમુસૂતરુ પાર ઉતર્યું તો સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 6 થી 10 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે.
ADVERTISEMENT
પેટ્રોલિયમ મંત્રાલય અને નાણાં મંત્રાલયે આ માટે કાગળ ઉપર બ્લુ પ્રિન્ટ પણ બનાવી લીધી છે. જો પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી મંજૂરી મળે તો બહુ જલ્દી લોકોને સારા સમાચાર સાંભળવા મળીશકે છે. પ્રશ્ન એ છે કે જનતાને પેટ્રોલ-ડીઝલ જનતા ઈચ્છે એવી રીતે સસ્તા ક્યારે મળશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ તળિયે છે તો સામાન્ય માણસ સુધી તેનો ફાયદો કેમ નથી પહોંચતો. દેશની મહત્વની સરકારી ઓઈલ કંપનીઓનો નફો અબજો રૂપિયાનો છે તો જનતાને ભાવ ઘટાડાનો લાભ કેમ ન મળી શકે.
ADVERTISEMENT
સામાન્ય માણસને રાહત આપતા સમાચાર મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અંગે સરકાર વિચાર કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર મહત્વનો નિર્ણય કરી શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી હોવાનો દાવો. પેટ્રોલિયમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વાતચીત ચાલી રહી છે. ભાવ ઘટાડા અંગે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. સૌથી મહત્વનો સવાલ એ કે જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે?
ભાવમાં કેટલો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારથી સ્થિર છે?
ADVERTISEMENT
છેલ્લે ભાવ ક્યારે ઘટ્યા હતા?
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. નવેમ્બર 2021માં સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. સરકારે પેટ્રોલ ઉપર 5 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ડીઝલ ઉપર કેન્દ્રએ લીટર દીઠ 10 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડ્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ ઉપર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા થયો હતો. ડીઝલ ઉપર રાજ્યમાં વેટનો દર 14.9 રૂપિયા કરવામાં આવ્યો હતો. વેટ અને એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયા પ્રતિ લીટર જેટલો ઘટાડો થયો.
ADVERTISEMENT
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
આ કારણોથી ચર્ચાને વેગ
તાજેતરના ત્રિ-માસિક ગાળામાં સરકારી ઓઈલ કંપનીઓનો બંપર નફો થયો છે. 3 સરકારી ઓઈલ કંપનીએ 28 હજાર કરોડનો નફો કર્યો છે. છેલ્લા 3 ક્વાર્ટરમાં ઓઈલ કંપનીઓને 1 લાખ કરોડનો ફાયદો છે. પેટ્રોલમાં ઓઈલ કંપની પ્રતિ લીટર 12 રૂપિયા નફો મેળવે છે. ડીઝલમાં ઓઈલ કંપનીઓ પ્રતિ લીટર 5 રૂપિયા નફો મેળવે છે. ઘણાં સમયથી ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ ઓછા છે. ક્રૂડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 75 થી 80 ડોલર પ્રતિ બેરલનો ભાવ છે.
રાજ્યના મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
| અમદાવાદ | |
| પેટ્રોલ | 96.42 |
| ડીઝલ | 92.17 |
| વડોદરા | |
| પેટ્રોલ | 96.04 |
| ડીઝલ | 91.78 |
| સુરત | |
| પેટ્રોલ | 96.3 |
| ડીઝલ | 92.06 |
| રાજકોટ | |
| પેટ્રોલ | 96.19 |
| ડીઝલ | 91.95 |
| ભાવનગર | |
| પેટ્રોલ | 97.99 |
| ડીઝલ | 93.74 |
| ગાંધીનગર | |
| પેટ્રોલ | 96.63 |
| ડીઝલ | 92.38 |
| જામનગર | |
| પેટ્રોલ | 96.32 |
| ડીઝલ | 92.07 |
| જૂનાગઢ | |
| પેટ્રોલ | 97.51 |
| ડીઝલ | 93.27 |
આ રીતે મોંઘું થાય છે ઈંધણ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.