બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Now it's broken, it's broken! Loss of 50 to 60 thousand per bigha, complete destruction of crops including tuwer, dudhi and castor. Farmers' agony
Vishal Khamar
Last Updated: 07:09 PM, 19 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અંકલેશ્વરના અણદાણા ગામના ખેડૂતો દયનીય સ્થિતિમાં
ભારે વરસાદે ભરૂચમાં તારાજી સર્જી છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે, એક વીઘામાં 50 થી 60 હજારનું નુકશાન થયું હતું. ગામમાં અંદાજીત ગામની 200 થી 250 વીઘાનાં પાકને નુકશાન થયું હતું.
એક સાથે પાણી છોડ્યું ન હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાતઃ ખેડૂત
ભરૂચમાં પડેલ વરસાદ અને પાણી કેળ અને કપાસનાં પાકમાં ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા સડતર પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે કેળ અને કપાસનાં ઉભા પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી છે. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે સરકાર નુકશાનની સામે નજીવું વળતર આપે છે. સરકાર હેક્ટર દીઠ 6 હજાર વળતર આપે છે. જેની સામે લાખોનું નુકશાન થયું છે. પાણી એક સાથે છોડ્યું ન હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત.
ખેડૂતોના ખેતરોમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી
મહેસાણા જીલ્લાનાં બહુચરાજી તાલુકામાં ચોમાસુ પાક નિષ્ફળ જાય તેવી ભીંતી સેવાઈ રહી છે. 36 દિવસ સુધી વરસાદ ન પડતા ખેડૂતોએ બાક બચાવવા વરૂણ દેવને પ્રાર્થનાં કરી હતી. હવે બહુચરાજી તાલુકાનાં ખેડૂતો વરૂણદેવને ખમૈયા કરવા પ્રાર્થનાં કરી રહ્યા છે. ખેતરમાં દિવેલા સહિતનો પાક ઉભો છે. ખેતરમાં પાણી ભરાઈ જવાનાં કારણે પાક બગડી જવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે દિવેલા સહિત કઠોળ, બાજરીત સહિતનાં તૈયાર પાક પણ ખેતરમાં ઉભો હોઈ તે પણ નિષ્ફળ જવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે. મેઘ રાજાએ વિરામ લીધા બાદ પણ ખેતરમાંથી પાણી ઓસર્યા નથી.
ભારે વરસાદને લઈ ખેડૂતોએ કરેલા પાકના વાવેતરમાં નુકસાન થયુ
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની શરૂઆતે તારાજી સર્જ્યા બાદ ફરી લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ત્યારે ફરી વરસેલા વરસાદે ક્યાંક નુકસાન તો ક્યાંક ફાયદો કર્યો છે. જૂનાગઢના મેંદરડાના પ્રભાતપુર અને બગડુ ગામે વરસેલા ભારે વરસાદને લઈ ખેડૂતોએ કરેલા પાકના વાવેતરમાં નુકસાન થયુ છે. જેમાં સોયાબીન, ડુંગળી અને મગફળી જેવા પાકોમાં નુકસાન થયુ છે. પ્રભાતપુર અને બગડુ ગામના ખેતરોમાં ભારે વરસાદ બાદ વોકળાનું પાણી ફરી વળતા પાકનું ધોવાણ થયુ છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે ખેતીમાં થયેલા નુકસાનને લઈ જલ્દીથી યોગ્ય સહાય કે વળતર મળે તેવી માગ કરી છે.
સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
વરસાદથી પંચમહાલ જીલ્લામાં ખેતીમાં ભારે નુકશાન થવા પામ્યું છે. મકાઈ, દિવેલા અને શાકભાજીનાં પાકોમાં નુકશાન થવા પામ્યું છે. જેને લઈ શહેરા તેમજ મોરવાહડફનાં ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ છે.
વરસાદના લીધે ખેતી પાકોને મોટાપાયે નુકસાન થયું
બનાસકાંઠા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના લીધે ખેતી પાકોને મોટાપાયે નુકસાન થયું છે. તૈયાર થયેલા પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કપાસ, એરંડા, અડદ સહિતના પાકમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહામૂલા પાકમાં વરસાદથી થયેલા નુકસાનના લીધે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. સરકાર નુકસાનીનો સરવે કરાવી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ છે.બનાસકાંઠા જીલ્લામાં અવિરત વરસાદની ખેતીમાં નુકશાન થવા પામ્યું છે. જેમાં ડીસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા પાકને નુકશાન થવા પામ્યું છે. જેમાં કપાસ, મગફળી, એરંડા, અડદનાં પાકમાં ભારે નુકશાન થવા પામ્યું છે. પાકમાં નુકશાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
પૂરના પાણી ઓસરવા સાથે કાંપવાળી જમીનો પણ ધોવાઇ ગઇ
નર્મદા જીલ્લામાં કેળાનાં પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. નર્મદા નદીનાં કિનારાનાં ગામોની ફળદ્રૂપ જમીનો ધોવાઈ ગઈ છે. પૂરનાં પાણી ઓસરવા સાથે કાંપવાળી જમીનો ધોવાઈ ગઈ છે. કેળા, કપાસ સહિતનાં પાકોને જમીન ધોવાતા મોટું નુકશાન થવા પામ્યું છે. કેળાની ખેતી કરતા ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.