બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Now BJP will fight the elections alone in Punjab too

લોકસભા ચૂંટણી 2024 / હવે પંજાબમાં પણ ભાજપને ફાવટ ન આવી, લડશે એકલા હાથે ચૂંટણી

Priyakant

Last Updated: 12:18 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: પંજાબ BJP અધ્યક્ષે રાજ્યમાં લોકો અને પાર્ટી કાર્યકર્તાઓના અભિપ્રાયના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનની કોઈ વાત થઈ નથી. પંજાબ BJP અધ્યક્ષ સુનીલ જાખરે વીડિયો સંદેશ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. જાખરે કહ્યું કે, રાજ્યમાં લોકો અને પાર્ટી કાર્યકર્તાઓના અભિપ્રાયના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબની 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થશે. 

સૂત્રોનું માનીએ તો ભાજપ અને અકાલી દળ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદો હતા જેના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન પર વાતચીત થઈ શકી ન હતી. અકાલી દળે 9 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બાકીની ચાર બેઠકો ભાજપને આપવાની ઓફર કરી હતી. જોકે ભાજપે PM મોદીની વ્યાપક લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરતા મોટો હિસ્સો માંગ્યો હતો.

SAD એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ભાગ રૂપે ભાજપ સાથે પંજાબમાં 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શક્યા ન હતા. કોંગ્રેસે 13માંથી 8 બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને હોશિયારપુર સીટ ભાજપને ગઈ. અકાલી દળે ફિરોઝપુર અને ભટિંડા બેઠકો જીતી હતી. સંગરુર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.

ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ અને પછી..... 
કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં શિરોમણી અકાલી દળે સપ્ટેમ્બર 2020 માં ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ખેડૂતોના વ્યાપક વિરોધ બાદ મોદી સરકારે ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા હતા. સુનીલ જાખરે કહ્યું કે, પંજાબના યુવાનો, ખેડૂતો, વેપારીઓ, મજૂરો અને દરેકના ભવિષ્ય માટે ભાજપે રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં પંજાબમાં જે કામ થયું છે તે અન્ય કોઈએ કર્યું નથી.

વધુ વાંચો: વોટર ID બનાવવું છે? તો હવે ઘરે બેઠાં પણ કરી શકશો અરજી, આ રીતે કરો એપ્લાય

MSP પર કાયદાને લઈ શું કહ્યું સુનિલ જાખરે ? 
MSP પર કાયદો લાવવાની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર વિરોધ કરી રહ્યા છે. આના પર પંજાબ BJPના વડાએ સુનીલ જાખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પાક પર MSP જાહેર કરવામાં આવી છે તે તમામ પાક MSP પર ખરીદવામાં આવી રહ્યા છે અને થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કરતારપુર કોરિડોર જેના માટે લોકો દાયકાઓથી વિનંતી કરી રહ્યા હતા તે વાહેગુરુના આશીર્વાદથી PM મોદીના કારણે જ શક્ય બન્યું. કરતારપુર કોરિડોર ભારતીય શીખોને પાકિસ્તાનમાં સરહદ પાર સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં વિઝા-મુક્ત 'દર્શન' પ્રદાન કરે છે. સુનીલ જાખરે કહ્યું કે, અમે પંજાબના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે પંજાબના લોકો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપીને દેશની પ્રગતિમાં સાથ આપશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ