બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Voter ID apply online know step by step process

કામની વાત / વોટર ID બનાવવું છે? તો હવે ઘરે બેઠાં પણ કરી શકશો અરજી, આ રીતે કરો એપ્લાય

Arohi

Last Updated: 12:07 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apply Online Voter ID: ચૂંટણીમાં વોટ આપવા માટે આપણી પાસે વોટર આઈડી હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે ઓળખ પત્ર એટલે કે વોટર આઈડી કાર્ડ નથી તો તમે મતદાન નહીં કરી શકો.

ચૂંટણીનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. એક સ્વસ્થ્ય ચૂંટણી પ્રક્રિયા જ લોકતંત્રનો પાયો માનવામાં આવે છે. દેશમાં અમુક દિવસો બાદ લોકસભા ચૂંટણી આવી રહી છે જે દેશના ભવિષ્યની દિશાને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. 

એક જવાબદાર નાગરિકની ફરજ બને છે કે તે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે. જોકે ચૂંટણીમાં વોટ આપવા માટે આપણી પાસે વોટર આઈડી હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે ઓળખ પત્ર એટલે કે વોટર આઈડી કાર્ડ નથી તો તમે મતદાન નહીં કરી શકો. જો તમારૂ પણ વોટર આઈડી કાર્ડ નથી બન્યું તો તમે ઘરે બેઠા ઓનલાઈન તેને બનાવી શકો છો. જાણો કેવી રીતે કરશો અરજી.

ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ ફોલો કરો આ સ્ટેપ 
વોટર આઈડી કાર્ડ માટે અરજી કરવા માટે તમને મતદાન સેવાઓની ઓફિશ્યલ વેબસાઈટ પર વિઝિટ કરવાનું રહેશે. તેના બાદ તમને ફોર્મ સેક્શનને શોધવાનું રહેશે. જો તમે ભારતમાં છો તો તમારે 'ફોર્મ 6 ભરો' વિકલ્પને સિલેક્ટ કરવાનો રહેશે અથવા તો ડાઉનલોડ કરવાનું રહેશે. 

જો તમે વેબસાઈટ પર નવા છો તો સાઈન અપ કરવું પડશે. નહીં તો તમારૂ પહેલાનું એકાઉન્ટ હોય તો તેને લોગિન કરવાનું રહેશે. જેમાં તમને તમારા ફોન નંબર, ઈમેલ આઈડી અને બીજી જરૂરી વિગત ભરવાની રહેશે.

 

ત્યાર બાદ તમને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તે સમયે તમને પોતાના જરૂરી દસ્તાવેજની સોફ્ટ કોપીને અપલોડ પણ કરવાની રહેશે. બધી પ્રક્રિયા કર્યા બાદ તમને સબમિટના બટન પર ક્લિક કરવાનું રહેશે. 

વધુ વાંચો: Voter ID છે પણ મતદાર યાદીમાં નામ નથી તો વોટ આપી શકશો નહીં, આ રીતે ઓનલાઈન કરી લો ચેક

ત્યાર બાદ તમને વ્યક્તિગત મતદાન ઓળખ પત્ર પેજની લિંકની સાથે એક ઈમેલ મળશે. તેની મદદથી તમે પોતાની અરજીની સ્થઇતિને ટ્રેક કરી શકો છો. અરજીના લગભગ 1 મહિનાની અંદર તમારૂ વોટર આઈડી કાર્ડ બની જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ