બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Nitish Kumar On Speculations About JDU's Return To NDA, Says Strengthening INDIA Bloc Top Priority

બિહાર રાજનીતિ / ભાજપે નીતિશને ગઠબંધનમાં પાછા લેવા મૂકી આ મોટી શરત, ફસાઈ ગયા બિહાર CM? હવે શું?

Hiralal

Last Updated: 04:13 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં RJD-JDUના છૂટાછેડાની પ્રબળ સંભાવના વચ્ચે ભાજપે મોટી તક ઝડપી લીધી છે. ભાજપ નીતિશને ગઠબંધનમાં પાછા લેવા એક મોટી શરત મૂકી છે.

  • બિહારમાં RJD-JDUના છૂટાછેડાની પ્રબળ સંભાવના
  • અણબનાવની ખબરો વચ્ચે ભાજપે ઝડપી તક
  • નીતિશને એનડીએમમાં પાછા લેવા મૂકી મોટી શરત 
  • સીએમ પદ છોડે તો જ એનડીએમાં પાછા

બિહારમાં RJD-JDU અણબનાવની ખબરો વચ્ચે ફરી એક વાર ભાજપ સક્રિય બન્યો છે. નીતિશ કુમાર ગમે ત્યારે લાલુ સાથે છેડો ફાડી શકે છે અને આવી સ્થિતિમાં ભાજપને મોટી તક સાંપડી છે. સૂત્રોનો દાવો છે કે ભાજપે નીતિશ કુમારને એનડીએમાં પાછા લેવા માટે એક મોટી શરત મૂકી છે. ભાજપે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો નીતિશ કુમાર એનડીએમાં પાછા આવવા માગતા હોય તો તેમણે સીએમ પદ છોડવું પડશે એટલે ભાજપ આ વખતે નીતિશને જેમતેમ નથી લેવા માગતો આ માટે તેણે આકરી શરત મૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બે વાર આવું કરી ચૂક્યાં છે. પહેલા ભાજપ સાથે સરકાર, પછી ભાજપમાંથી નીકળીને આરજેડી સાથે ફરી પાછા આરજેડીમાંથી નીકળીને ભાજપ સાથે આવું નીતિશ ઘણી વાર કરી ચૂક્યા છે.

સીએમ પદ મળે તો જ ભાજપ નીતિશને ગઠબંધનમાં લેવા તૈયાર

સૂત્રોએ એવું પણ કહ્યું કે ભાજપ નીતિશ કુમારને એનડીએ ગઠબંધનમાં ફક્ત ત્યારે જ લેવા તૈયાર છે કે જ્યારે સીએમ પદ મળે. નીતિશ માટે આ શરત માનવી આકરી છે. 

નીતિશ કુમાર વિધાનસભા ભંગ પણ કરી શકે
સૂત્રોનો દાવો છે કે ભાજપે આકરી શરત મૂકી હોવાથી નીતિશ કુમાર વિધાનસભા ભંગ કરવાની રાજ્યપાલને ભલામણ કરી શકે છે. નીતિશ કુમાર કાનૂની સલાહ લઈ રહ્યાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

લાલુની દીકરી રોહિણી આચાર્યે ઘી હોમ્યું
બિહારની રાજનીતિમાં ફરી એક વાર મોટો ટ્વિસ્ટ આવી શકે છે. નીતિશ અને લાલુ વચ્ચે અણબનાવ વધી રહ્યો છે અને નીતિશ ગમે ત્યારે ગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધન કરી તેવી સંભાવના છે. આરજેડી અને જેડીયુની લડાઈમાં લાલુની દીકરી રોહિણી આચાર્યે ઘી હોમ્યું છે. 

રોહિણી આચાર્યે શું ટ્વિટ કર્યાં 
સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં હતા પરંતુ તેમણે જે કહેવાનું હતું કે કહી દીધું હતું. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું કે ઘણી વાર કેટલાક લોકો પોતાની ખામીઓ જોઈ નથી શકતા, પરંતુ બીજા પર કિચડ ઉછાળવાનું કામ કરે છે. બીજા ટ્વિટમાં કહ્યું કે ખીજ દેખાડો શું થશે જ્યારે કોઈ આપણું ન બન્યું. વિધિનું વિધાન કોણ ટાળી શકે. ત્રીજા ટ્વિટમાં કહ્યું કે સમાજસેવી હોવાનો દાવો એ જ કરે છે જેની વિચારધારા હવાની જેમ બદલાય છે. જોકે આ ટ્વિટ વાયરલ થતાં રોહિણી ડિલિટ કરી નાખ્યાં હતા. 

નીતિશ કુમાર માનવા લાગ્યાં કેન્દ્રનો આભાર 
લોકસભા ચૂંટણી પહેલા નીતિશ ફરી વાર એનડીએમાં જોડાય તેવા સમીકરણો સર્જાયા છે. કેન્દ્ર સરકારે બિહારના સમાજસેવી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનું એલાન કર્યું હતું ભારત રત્નના એલાનને જેડીયુએ-એનડીએ સાથે જોડવાનું સમીકરણ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નીતિશના ગઠબંધનના સાથી આરજેડી સાથે સંબંધો વણસી રહ્યાં છે અને તેમનો ભાજપ તરફી ઝૂકાવ વધી રહ્યો છે. આજની ઘટનાએ તેનો સ્પસ્ટ સંકેત આપ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ