બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / nitin jani khajurbhai dubai tour with team

ખાસ ઉજવણી / VIDEO: 200 મકાન બનાવવામાં મદદ કરનાર ટીમને ખજૂરભાઈ દુબઈ ફરવા લઈ ગયા, જુઓ કેવી મોજ કરી

Arohi

Last Updated: 02:59 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન જાની અને તેમની ટીમ એક ખાસ સેલિબ્રેસન માટે દુબઈ પહોંચ્યા છે. જુઓ વીડિયો...

  • નીતિન જાની અને ટીમ પહોંચી દુબઈ 
  • ખાસ અવસરને સેલિબ્રેટ કરવા પહોંચ્યા દુબઈ 
  • જુઓ તેમના સફરના મજેદાર વીડિયો 

યુટ્યુબ પર જીગલી ખજૂર તરીકે પ્રખ્યાત એવા નીતિન જાની અને તરુણ જાનીએ અસહાય લોકોની મદદ કરવા માટેની ઝૂંબેશ ઉપાડી છે. કોરોનામાં ઘણા લોકોની રોજી રોટી છીનવાઇ ગઇ હતી અને ઘણા લોકોના ઘર વાવાઝોડામાં પડી ગયા હતા તેમની મદદ માટે ખજૂરભાઈ સામે આવ્યા છે. 

 

અત્યાર સુધી બનાવ્યા 200થી વધુ ઘર
લોકોની નિઃસ્વાર્થ મદદ અને સખત મહેનતના કારણે આજે નીતિન જાની આજે ગુજરાતમાં ખૂબ મોટુ નામ બની ગયા છે. કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનાર ખજૂરભાઈએ છેલ્લા થોડા સમયથી હજારો લોકોની મદદ કરી છે અને તૌકતે વાવાઝોડુ જ્યારે ગુજરાત પર ત્રાટક્યુ હતું તેમાં ઘર ગુમાવનાર લોકોને મદદ કરવા માટે અત્યાર સુધી તેમણે લગભગ 200 જેટલા ઘર બનાવ્યા છે. 

સેલિબ્રેટ કરવા ટીમ પહોંચી દુબઈ 
ગુજરાતમાં લોકોની મદદમાં 200થી વધારે ઘર બનાવ્યા બાદ ખજૂર ભાઈ અને તેમની ટીમ દુબઈ આ અચિવમેન્ટને સેલિબ્રેટ કરવા માટે પહોંચી છે. નીતિન જાનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે અપડેટ કરતા રહે છે. 

દુબઈ પહોંચી ફેન્સ સાથે શેર કરી દરેક અપડેટ 
ખજૂરભાઈએ પોતાની જર્નીનો વીડિયો યુટ્યુબ પર પણ શેર કર્યો છે જેમાં તે દુબઈના આબુધાબી એરપોર્ટથી લઈને તેમના દુબઈ પ્રવાસ સુધીની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહ્યા છે અને સાથે જ તેમના ટીમ મેમ્બર્સના અભિપ્રાય પણ લઈ રહ્યા છે. ટીમના સભ્યો પહેલી વખત દુબઈ આવવાનો પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. 

ટીમ મેમ્બર્સ પોતાના દુબઈ પ્રવાસ દરમિયાન ભુજ ખલીફા અને સ્કાય વોકની પણ મજા લે છે. જેનો મજાનો વીડિયો નીતિન જાનીએ પોતાના ઈન્સ્ટાપેજ પર શેર કર્યો છે. આ ઉપરાંત નીતિન જાનીએ પોતાના યુટ્યુબ પર 3 વીડિયો અપલોડ કર્યા છે જેમાં તેમના આખા દુબઈ પ્રવાસ અંગે ડિટેલ્સમાં જણાવવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dubai tour Khajur Bhai nitin jani ખજૂર ભાઈ દુબઈ પ્રવાસ નીતિન જાની Nitin Jani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ