બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / Nitin Gadkari is going to launch 100% ethanol car toyota innova on 29th august

દેશ / Ethanol Car: 29 ઑગસ્ટનાં લૉન્ચ થશે દેશની પ્રથમ 100% ઈથેનોલથી ચાલતી કાર, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કરશે લૉન્ચિંગ

Vaidehi

Last Updated: 04:31 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Toyota Innova Ethanol વેરિયન્ટ 29 ઑગસ્ટનાં રોજ નિતિન ગડકરીનાં હસ્તે લૉન્ચ થવા જઈ રહી છે. આ 100% ઈથેનોલ પર ચાલનારી દેશની પહેલી કાર બનશે

  • 29 ઑગસ્ટનાં લૉન્ચ થશે 100% ઈથેનોલ કાર
  • કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનાં હસ્તે થશે કાર લૉન્ચ
  • ટોયોટા ઈનોવા વેરિયન્ટ દેશની પહેલી ઈથેનોલ કાર

ટોયોટા ઈનોવા ઈથેનોલ: ટોયોટાની ફેમસ MVP Innovaનો નવો વેરિયન્ટ થોડા જ દિવસોમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે. આ નવી ઈનોવાનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનાં હસ્તે થશે. આ કાર રેગ્યૂલર પેટ્રોલની જગ્યાએ 100% ઈથેનોલ પર ચાલશે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, '29 ઑગસ્ટનાં હું 100% ઈથેનૉલ પર ચાલતી લોકપ્રિય ઈનોવા કાર લૉન્ચ કરવા જઈ રહ્યો છું.' આ કાર દુનિયાની પહેલી BS-VI ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વાહન હશે.

100% ઈથેનોલથી ચાલતાં વાહનોનું થશે લૉન્ચ
નિતિન ગડકરીએ જૂન મહિનામાં કહ્યું હતું કે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી ન માત્ર કાર પણ બાઈક પણ બજારમાં ઉપલબ્ધ થશે.આ રીતે હવે ગ્રાહકો માટે ઈથેનોલથી ચાલતાં 4 પૈડા અને 2 પૈડાવાળા વાહનો ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ ગાડીઓને લોન્ચ કરવા જઈ રહી છે. આ ગાડીઓ 100% બાયો ઈથેનોલથી ચાલશે. સારી વાત તો એ છે કે ઈથેનોલ, પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ પડશે અને પ્રદૂષણ પણ નહીં થાય.

ગ્રામીણ વિકાસ
તેમણે મુંબઈમાં કહ્યું હતું કે આ ઈથેનોલ ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવશે જેનો ઉપયોગ બાયો ફ્યૂલ તરીકે થશે. આ પગલાને લીધે ગ્રામીણ વિકાસ થશે . એટલું જ નહીં ઈથેનોલનાં લીધે પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણમાં આશરે 50% ઘટાડો થઈ શકશે.

ખર્ચ માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર
નીતિન ગડકરીએ કહ્યું કે જો તમે ઈથેનોલ કારની તુલના પેટ્રોલ સાથે કરશો તો આ કારનો ખર્ચ માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર રહેશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે હાલમાં જ મર્સિડીઝ બેંઝ કંપનીનાં અધ્યક્ષની મુલાકાત કરી હતી જેમણે ઈલેક્ટ્રિક વાહન લૉન્ચ કર્યું છે. મર્સિડીઝનાં ચેરમેને તેમને કહ્યું કે તેઓ ભવિષ્યમાં માત્ર ઈલેક્ટ્રિક વાહન જ બનાવશે. તેમણે કહ્યું કે અમે નવા વાહનો લાવી રહ્યાં છીએ જે સંપૂર્ણપણે ઈથેનોલથી ચાલશે. બજાજ, TVS અને હીરો સ્કૂટર 100% ઈથેનોલ પર ચાલશે.

40% વીજળી પણ જનરેટ થશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ ઑગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીની કાર લૉન્ચ કરશે જે 100% ઈથેનોલથી ચાલશે. એટલું જ નહીં આ કાર 40% વીજળી પણ પેદા કરશે.ઈથેનોલનો ભાવ 60 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે પેટ્રોલનો ભાવ 120 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ આ વાહન 40% વીજળી પણ ઉત્પન્ન કરશે એટલે કે તેની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર કહેવાશે.

ગતવર્ષે હાઈડ્રોજન પાવર્ડ ટોયોટા મિરાઈ લૉન્ચ કરી હતી
ગતવર્ષે નિતિન ગડકરીએ હાઈડ્રોજન પાવર્ડ કાર ટોયોટા મિરાઈને લોન્ચ કરી હતી. મંત્રીએ કહ્યું કે બાયો ફ્યૂલ ચમત્કારી સાબિત થઈ શકે છે અને પેટ્રોલિયમની આયાત પર ખર્ચ થતી મોટી વિદેશી મુદ્રાને બચાવી શકે છે. તેમણે કહ્યું હતું કે,' જો આપણે આત્મનિર્ભર બનવા ઈચ્છીએ છીએ તો આપણને આ તેલનાં આયાત પર ખર્ચ થતી રકમને શૂન્ય કરવું પડશે જે હાલમાં 16 લાખ કરોડની આસપાસ છે. આ અર્થવ્યવસ્થા માટે મોટું નુક્સાન છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ