બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / new education policy 2020 ramesh pokhriyal nishank

દિલ્હી / New Education Policy : ફિઝિક્સ સાથે ફેશન અને કેમેસ્ટ્રી સાથે મ્યુઝિક ભણી શકશે વિદ્યાર્થી

Kavan

Last Updated: 10:09 PM, 29 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત હવે વિદ્યાર્થીઓ ફિઝિક્સની સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ અને કેમિસ્ટ્રી સાથે સંગીત પણ શીખી શકશે. આ માહિતી સરકાર તરફથી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

  • 34 વર્ષ બાદ શિક્ષણનીતિમાં થયાં મોટા ફેરફાર 
  • વિદ્યાર્થીઓ ફિઝિક્સની સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ પણ ભણી શકશે 

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. સરકારે તેમાં વિદ્યાર્થીઓને અનેક પ્રકારની રાહત આપી છે. 34 વર્ષ પછી આવેલી નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા-કૉલેજોની સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ કોલેજમાં ફક્ત ફિઝિક્સની સાથે કેમેસ્ટ્રી, ગણિત ભણી શકતા હતા પરંતુ નવી શિક્ષા નીતિ હેઠળ હવે ફિઝિક્સની સાથે ફેશન ડિઝાઈનિંગ પણ કરી શકશે અને કેમેસ્ટ્રીની સાથે મ્યુઝિક પણ ભણી શકશે. બુધવારે સરકાર તરફથી જાહેર કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. 

સરકાર દ્વારા જણાવાયું હતું કે હાલની શિક્ષણ નીતિ અંતર્ગત ફિઝિક્સ ઑનર્સની સાથે કેમિસ્ટ્રી અને ગણિત લઈ શકાય છે. તેની સાથે ફેશન ડિઝાઇનિંગ લઈ શકાતું નથી. પરંતુ નવી નીતિમાં મેજર અને માઈનરની વ્યવસ્થા હશે.

મેજર અને માઈનર પ્રોગ્રામની સિસ્ટમ હશે

નવી સિસ્ટમ અંગે માહિતી આપતા સરકારે કહ્યું કે મેજર પ્રોગ્રામ સિવાય નાના પ્રોગ્રામ પણ લઈ શકાશે. તેનાથી બે ફાયદા થશે. પ્રથમ ફાયદો એ થશે કે જે વિદ્યાર્થીઓ આર્થિક અથવા અન્ય કારણોસર ડ્રોપઆઉટ થઈ જતાં હતાં તેઓ સિસ્ટમમાં પાછા આવી શકશે.

આ સિવાય જે લોકોને વિવિધ વિષયોમાં રુચિ હોય જેમ કે સંગીતમાં રસ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોઈ ગોઠવણ ન હતી,  નવી શિક્ષણ નીતિમાં, મેજર અને માઈનરના માધ્યમથી આ વ્યવસ્થા હશે.

આ બદલાવ પણ કરાયા

પ્રેસ કોન્ફરન્સમાં સરકારે કહ્યું કે આજની પ્રણાલીમાં જો કોઈ વિદ્યાર્થી 4 વર્ષ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી અથવા 6 સેમેસ્ટરનો અભ્યાસ કર્યા પછી આગળનો અભ્યાસ કરી શકતો નથી, તો તેની પાસે કોઈ વિકલ્પ બચતો ન હતો. વિદ્યાર્થી સિસ્ટમથી બહાર થઈ જાય છે. નવી સિસ્ટમમાં એવું બનશે કે એક વર્ષ પછી સર્ટિફિકેટ, બે વર્ષ પછી ડિપ્લોમા, ત્રણ કે ચાર વર્ષ પછી ડિગ્રી મળશે.

સરકારે કહ્યું હતું કે મલ્ટીપલ એન્ટ્રી થ્રૂ બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત વિદ્યાર્થીના પ્રથમ, બીજા વર્ષના ક્રેડિટ ડિજિલોકરના માધ્યમથી ક્રેડિટ રહેશે. જેથી જો વિદ્યાર્થીને કોઈ કારણસર વિરામ લેવો પડ્યો હોય અને નિયત સમયની અંદર પાછો આવે, તો તેને પ્રથમ અને બીજા વર્ષનું પુનરાવર્તન કરવાનું કહેવામાં આવશે નહીં. વિદ્યાર્થીની ક્રેડિટ એકેડેમીક ક્રેડિટ બેંકમાં હાજર હશે. આ કિસ્સામાં, વિદ્યાર્થી તેનો ઉપયોગ તેના આગળના અભ્યાસ માટે કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ