બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Near the old Surajdeval temple mineral mafia continued to mine unabated

સુરેન્દ્રનગર / કાઠી દરબારોના ધામ જૂના સૂરજદેવળ પર જોખમ: ખનન માફિયાઓ મનફાવે તેમ કરી રહ્યા છે બ્લાસ્ટ, 12મી સદીનું છે મંદિર

Malay

Last Updated: 03:48 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાનના જૂના સૂરજદેવળ મંદિર પાસે ખનીજ માફિયાઓ બેરોકટોક કરી ખનન રહ્યા છે. ખનીજમાફિયાઓના ગેરકાયદે ખનીજ ખનનને કારણે મંદિરને નુકસાન થઈ રહ્યું છે.

 

  • જૂના સૂરજદેવળનું અસ્તિત્વ જોખમમાં
  • ખનીજમાફિયાઓનું બેરોકટોક ખનન
  • ખનીજમાફિયા વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • ખનીજમાફિયાઓને કોણ છાવરે છે?

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તેઓ ધરતીમાંથી જરૂરી ખનીજ બિન્દાસ્તપણે ઉલેચી રહ્યાં છે. ત્યારે હવે આ ખનીજ માફિયા પર લગામ લગાવવી જરૂરી બની છે. ખનીજમાફિયાઓ અત્યાર સુધી બેરોકટોક ખનીજની ચોરી તો કરી જ રહ્યા હતા, હવે તો જીલેટીનના બ્લાસ્ટ પણ કરી રહ્યા છે. ખનીજમાફિયાઓના ગેરકાયદેસર ખનીજ ખનને કારણે કાઠી દરબાર સમાજનું આસ્થાનું ધામ જૂના સૂરજદેવળ મંદિર જોખમમાં છે. 

જૂના સૂરજદેવળ મંદિરનું અસ્તિત્વ જોખમમાં
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલા જૂના સૂરજદેવળ મંદિર પાસે ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજનું ખનન કરી રહ્યા છે. જીલેટીનના બ્લાસ્ટથી જૂના સૂરજદેવળ મંદિરને નુકસાન થઈ રહ્યું છે. 12મી સદીમાં બનેલા મંદિરના અસ્તિત્વ પર જોખમ ઉભું થતા કાઠી દરબાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીલેટીન બ્લાસ્ટિંગના કારણે આસપાસની 5 કિમી સુધીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. 

ગાઈડલાઈન્સથી વિપરીત થઈ રહ્યું છે ખનન
જૂના સૂરજદેવળ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત છે. છતાં અહીં પુરાતત્વ વિભાગની ગાઈડલાઈન્સથી વિપરીત ખનન થઈ રહ્યું છે. ગાઈડલાઈન પ્રમાણે 500 મીટરના વિસ્તારમાં બાંધકામ કે ખોદકામની મંજૂરી આપવામાં આવતી નથી. છતાં ખનીજમાફિયાઓ મંદિર પાસે મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરી રહ્યા છે. ખનન અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મંદિરને મોટું નુકસાન થઈ શકે છે. 

 

કાઠી દરબાર સમાજમાં રોષ
ખનન કરતા લોકો રાજકીય અગ્રણીઓ સંકળાયેલા હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખનન રોકવા સમાજના અગ્રણીઓએ અગાઉ અનેક વખત  રજૂઆત કરી છે.  અનેક રજૂઆત બાદ પણ ખનનમાફિયા વિરુદ્ધ કાર્યવાહી ન થતા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

'પહેલા મંદિરથી દૂર ચાલતું હતું ખોદકામ'
આ મામલે કાઠી દરબાર સમાજના અગ્રણીએ જણાવ્યું કે, જૂના સૂરજદેવળ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત છે. આ મંદિરની આસપાસ છેલ્લા 25થી 30 વર્ષથી ખોદકામ ચાલતું હતું, પરંતુ મંદિરથી દૂર ચાલતું હતું. હવે તો મંદિરની સાવ નજીક ખનીજમાફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે.  આ મામલે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છતાં કોઈ પગલા ભરાવામાં  આવ્યા નહીં. જેથી આ મામલે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જીલેટીનના બ્લાસ્ટના કારણે મંદિરમાં તિરાડો પડી ગઈ છે. પથ્થરો ખરતા જાય છે. મૂર્તિઓમાં પણ તિરાડો પડી છે. આ નુકસાન બ્લાસ્ટના કારણે થયું છે. 

સળગતા સવાલ
- ખનીજમાફિયાઓનું ખનન ક્યારે રોકવામાં આવશે?
- ગેરકાયદે થતું ખનન ખનીજ વિભાગને દેખાતું કેમ નથી?
- ખનીજમાફિયાઓને કોણ છાવરી રહ્યું છે?
- શું ખનીજ માફિયાઓ અને ખનીજ વિભાગ વચ્ચે સાંઠગાંઠ છે?
- ગેરકાયદે ખનનના કારણે અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ?
- ખનીજ માફિયા અઘટિત ઘટનાની જવાબદારી લેશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ