બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / સ્પોર્ટસ / Naveen ul Haq has come under discussion for Afghanistan in international cricket games

IPL 2023 / પિતાની ઈચ્છા હતી ડૉક્ટરની, દીકરો બન્યો ક્રિકેટર: કોણ છે આ નવીન, જેણે ઝટક્યો કોહલીનો હાથ

Kishor

Last Updated: 06:09 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો નવીન ઉલ હક ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે (તા.1 મે) બેંગ્લોર સામેની મેચમાં શાનદાર બોલિંગ અને વિરાટ કોહલી સાથે ઝઘડાને લઈને નવીન ઉલ હક વધુ ચર્ચામાં આવ્યો છે. નવીન ઉલ્કે ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

  • આઈપીએલમાં નવીન ઉલ હક ચર્ચામાં આવ્યો
  • એક સમયે ક્રિકેટ છોડવાનું બનાવી લીધું હતું મન

નવીન ઊલ હકનો જન્મ 23 સપ્ટેમ્બર 1999 ના રોજ યુદ્ધનો વિનાશ ભોગવતા અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તે બે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પરિવારે દેશ છોડીને પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. જ્યા વસવાટ બાદ વર્ષ 2010 માં તેનો પરિવાર ફરી અફઘાનિસ્તાન પાછો ફર્યો હતો અને આ દરમિયાન ન જ તેણે ક્રિકેટમાં ડગ માંડયા હતા.

પિતા ડોકટર બનાવવા માંગતા હતા

ક્રિકેટનો શોખ ધરાવતા નવીને સ્કૂલ સમયગાળા બાદ ક્રિકેટની પ્રેક્ટિસ માટે એકેડેમી શરૂ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં નવીને જણાવ્યું કે બાળપણમાં તે પોતાના ભાઈ સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. જો કે નવીનના પિતાને તેનું ક્રિકેટ રમવું પસંદ ન હતું. તે ડોક્ટર બનાવવા માંગતા હતા. બાદમાં મોટાભાઈના સમજાવવાથી પિતા માની ગયા હતા. અને થોડા દિવસો બાદ નવીનનો અફઘાનિસ્તાનની અન્ડર 16 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને ચેલેન્જ કપ રમવા માટે ટીમ સાથે તે મલેશિયા ગયો હતો. 


આ દરમિયાન નવીન માત્ર 11 વર્ષની ઉંમરનો જ હતો. જેણે આ ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ સમય બાદ ફરી એકવાર તેની ટુર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 29 રન આપીને 15 વિકેટ ઝડપી યશસ્વી પ્રદર્શન કર્યું હતું.  આ વેળાએ અફઘાનિસ્તાનની ટીમની જીત થઈ હતી જેમાં શ્રેષ્ઠ બોલર તરીકે નવીનની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં અન્ડર 19 ચેલેન્જ કપમાં તેમણે 16 વિકેટ લઈ અને અફઘાનિસ્તાન માટે ખિતાબ જીત્યો હતો. બાદમાં નવીનને અન્ડર 19માં વર્લ્ડ કપ દરમિયાન ડેબ્યુ કરવાનો મોકો ન મળતા તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. 

આવી રહી સફળતા

નવીનના જણાવ્યા અનુસાર તે ભારતીય ક્રિકેટ ટીમનો મોટો ફેન રહ્યો છે. ટાઈમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે જ્યારે 2007માં ક્રિકેટ જોવાનું શરૂ કર્યું ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ રમતું ન હતું.ત્યારે હું ભારતીય ક્રિકેટ ટીમને મેચ જોતો અને હું ભારતીય ટીમનો પ્રસંશક હતો. બાળપણના દિવસોમાં તે સૌરવ ગાંગુલીનો ખૂબ મોટો ફેન હતો.નવીન અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે 7 ODI અને 27 T20I આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં તેણે 14 અને ટી20માં 34 વિકેટ લીધી છે.. નવીન ઈંગ્લેન્ડમાં રમાયેલી વાઈટાલિટી બ્લાસ્ટની 2021 સિઝનમાં કુલ 26 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ