બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Murder of Gujarati student in Bangalore University

ક્રાઈમ / બેંગ્લોરની યુનિવર્સિટીમાં ગુજરાતી સ્ટુડન્ટની હત્યા, પાર્ટીમાં થઈ હતી બબાલ; હાજર હતા 1000થી વધુ લોકો

Malay

Last Updated: 11:15 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલોરની રેવા યુનિવર્સિટીમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વડોદરાના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા, બેંગ્લોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

 

  • વડોદરાના યુવકની બેંગ્લોરમાં હત્યા
  • રેવા યુનિ.માં અભ્યાસ કરતા ભાસ્કર જેટ્ટીની હત્યા
  • વિદ્યાર્થી જૂથ વચ્ચે થઈ હતી અથડામણ

બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં વડોદરાના યુવકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યાની ઘટના સમયે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા.

ચૂંટણી અદાવતમાં ચોટીલાના શેખાલીયા ગામના પૂર્વ સરપંચની ક્રૂર હત્યા,  પરિવારમાં રોકકળાટ | Former sarpanch of Chotila's Shekhalia village killed  in election animosity

મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો ભાસ્કર
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો ભાસ્કર હરીશભાઈ જેટ્ટી (22) બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગત શુક્રવારે કોલેજના કેમ્પસમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. 

વિદ્યાર્થી જૂથ વચ્ચે થઈ હતી અથડામણ
ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન વડોદરાના યુવક પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તે જમીન પર જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખાતે લઈ જવાતાં સ્થાનિક ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો આ અંગેની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોલેજ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. તો દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. યુનિ.માં જ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે.

પોલીસે તપાસ શરૂ કરી
યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા કોણે માર્યા તે અંગે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી. હાલ પોલીસે આ યુવકની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ અન્ય વિદ્યાર્થીઓની અને પ્રોફેસરોની પૂછપરછ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ