બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Mukesh and Nita Ambani spotted doing couple dance at Anant-Radhika pre-wedding function

Anant Radhika Wedding / 'પ્યાર હુઆ ઈકરાર હુઆ..' પ્રી-વેડિંગ ફંક્શનમાં મુકેશ અને નીતા અંબાણીએ કર્યો કપલ ડાન્સ, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:13 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણીના લગ્ન પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ શાનદાર ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. બંને રાજ કપૂરના આઈકોનિક ગીત 'પ્યાર હુઆ ઈકરાર હુઆ'માં ડાન્સ કર્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના બીજા દિવસના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાલમાં જામનગરમાં હાજર છે. દરમિયાન હવે અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અનંત-રાધિકા માટે ખાસ ડાન્સ કર્યો હતો. 

પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ જ ખુશ દેખાતા હતા. બંનેએ સ્ટેજ પર શાનદાર ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાજ કપૂરના આઈકોનિક ગીત 'પ્યાર હુઆ ઈકરાર હુઆ'માં ડાન્સ કરી રહ્યાં છે. આ દરમિયાન મુકેશ અંબાણી કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા. જ્યારે નીતા અંબાણી ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Snehkumar Zala (@snehzala)

મુકેશ અને નીતાની આ સ્ટાઈલ લોકોએ પહેલીવાર જોઈ હશે. સ્ટેજ પર હાજર બંનેના ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ડાન્સ સ્ટેપ્સ કરતી વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સામેની એલઈડી સ્ક્રીન તરફ ઈશારો કર્યો. જેમાં મુકેશ અંબાણી બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવારની પ્રેમભરી ક્ષણોને જોઈને દરેક લોકો કપલના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો : ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ટ્રમ્પના દેશી લુકે લૂંટી લાઈમલાઇટ, બોલિવૂડ સેલેબ્સે પણ ખેંચ્યું ધ્યાન: જુઓ ગરબા નાઈટની તસવીરો

લગ્ન પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન થશે. આજે આ સમારોહનો છેલ્લો દિવસ છે. જણાવી દઈએ કે બંને કપલે ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો બંને આ વર્ષે 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ