બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / રાજકોટ / MP Ram Mokria's name not mentioned in Bhudevo's award ceremony by Parashuram Yuva Sansthan of Brahmo Samaj rajkot

ડખો / બ્રહ્મસમાજ કાર્યક્રમ: પૂર્વ સીએમ રૂપાણી હોય ત્યાં રામ મોકરિયાના પત્તા કટ્ટ? રાજકોટ ભાજપમાં જુથવાદનો ઉકળતો ચરુ યથાવત્

Vishnu

Last Updated: 04:13 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી આર પાટીલની મુલાકાત વખતેના બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાના લાગ્યા હતા પોસ્ટર, પણ આ વખતે પૂર્વ સીએમ રૂપાણી હાજર રહેતા નામ ગાયબ થતા ગણગણાટ

  • રાજકોટ ભાજપમાં જૂથવાદ યથાવત
  • બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સાવે આવ્યો જૂથવાદ
  • રામ મોકરિયા અને કશ્યપ શુક્લાનું નામ ગાયબ

રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ બ્રહ્મ સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ CM વિજય રૂપાણી અને નિતિન ભારદ્વાજ ગેરહાજર રહ્યા હતા. આજે વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બ્રહ્મસમાજના પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભૂદેવોનો એવોર્ડ સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્મની આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને કશ્યપ શુક્લાનું નામ જોવા નથી મળી રહ્યું. રાજ્ય સભા સાંસદ અને કશ્યપ શુક્લા બંને બ્રહ્મસમાજના અગ્રણીઓ છે. આમંત્રણ પત્રિકા બાદ રાજકોટ ભાજપના બંને જૂથો વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ હોય એવું લાગી રહ્યું છે.

અગાઉના બ્રહ્મસમાજના કાર્યક્રમમાં રામ મોકરિયાના જ લાગ્યા હતા પોસ્ટર પોસ્ટર
20 નવેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રાજકોટ આગમન પહેલા ભાજપ નેતા વચ્ચે આંતરિક હોર્ડિંગ વૉર શરૂ થયું હતું. જેમાં સાંસદ રામ મોકરિયા અને કશ્યપ શુક્લના પોસ્ટરથી વિવાદ વધ્યો હતો. બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં રામ મોકરિયાના પોસ્ટર આખા શહેરમાં લાગ્યા હતા પણ રાજકોટ શહેર ભાજપના આગેવાનોની હોર્ડિંગમાંથી બાદબાકી કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓની બાદબાકી કરાતા રાજકારણ ગરમાયું હતું. ભાજપ સાંસદ અને પૂર્વ કોર્પોરેટરના જ બેનરો લાગતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા જે બાદ સી આર પાટીલ અને પૂર્વ સીએમ રૂપાણીએ જુથવાદની વાતને નકારી કાઢી હતી પણ આજે બ્રહ્મસમાજના પરશુરામ યુવા સંસ્થાનના કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓના જ નામ કપાઈ જતા જુથવાદની વાતને નકારી શકાય નહીં. 

શહેર ભાજપ કારોબારીના બેનરમાંથી પાટીલ અને CMનો ફોટો ગાયબ
ગઈ કાલે 30 નવેમ્બરના રોજ રાજકોટ શહેર ભાજપની કારોબારી પૂર્ણ થતાં વિવાદ છેડાયો હતો. મેયરના બંગલામાં મળેલી કારોબારીમાં રાખવામાં આવેલું મંચનું બેનર ચર્ચામાં આવ્યું હતું. આ કારોબારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તસ્વીર ગુમ થઈ હતી..ભૂતકાળની કારોબારીમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષની તસ્વીર મંચ પર જોવા મળતી હતી. મહત્વનું છે કે પૂર્વ CM વિજય રૂપાણી શહેર ભાજપ કારોબારીમાં હાજર હતા. શહેર ભાજપ પ્રમુખ વિસરી ગયા કે કંઈક બીજુ તેનો ગણગણાટ શરૂ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ