બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Mohan Kundaria's statement at Kesridevsinh Zala's honoring ceremony sparked a huge debate

વિવાદ / '...એટલે શ્વાને એમ ન વિચારવું કે આખુંય ગાડું હું ઢસડું છું', મોહન કુંડારિયાના કટાક્ષથી રાજકીય ગરમાવો

Malay

Last Updated: 10:30 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીના વાંકાનેરમાં ભાજપના સન્માન સમારોહમાં જૂથવાદ, કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં સાંસદ મોહન કુંડારીયાના નિવેદને જગાવી ભારે ચર્ચા.

  • વાંકાનેરમાં ભાજપના સન્માન સમારોહમાં જૂથવાદ
  • રાજ્યસભા ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ
  • વાંકાનેરના ભાજપના MLA જીતુ સોમાણી ગેરહાજર જોવા મળ્યા
  • સાંસદ મોહન કુંડારીયાના નિવેદનની ભારે ચર્ચા

મોરબીના વાંકાનેરમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ ગઈકાલે યોજાયો હતો. વાંકાનેરના કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં સમગ્ર ભાજપ પરિવારની હાજરી વચ્ચે એક વ્યક્તિની ગેરહાજરીની ધીમા સ્વરે ખૂબ જ ચર્ચા થઇ અને તે નામ છે વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી. જીતુ સોમાણી કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહ માટે યોજાયેલા વિશાળ રોડ શૉમાં ગેરહાજર રહ્યા હતા. 

MLA જીતુ સોમાણી રહ્યા ગેરહાજર
કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના બની. આ ઘટના છે રોડ શૉ બાદ યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના સાંસદ મોહન કુંડારીયાનું નિવેદન. મોહન કુંડારીયાના નિવેદન બાદ મોરબી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમના નિવેદનની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. 

શ્વાનને એમ કે ગાડાનો ભાર મારા પર છેઃ કુંડારિયા
રોડ શૉ બાદ યોજાયેલા કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે, 'એક ખેડૂત ભાદરવા મહિનાના તાપમાં ખેતરથી ગાડુ ભરીને આવતો હોય અને રેતીવાળો રસ્તો હોય, બળદિયા ગાડુ ઢસેડતા હોય પણ નીચે જો એક શ્વાન આવી જાય અને એના મનમાં એવું હોય કે આખું ગાડું હું ઢસડું છું અને બળદગાડાનો ભાર મારા પર જ છે. તો શ્વાને આવું જરાય ન વિચારવું જોઈએ. ગાડાનો ભાર તો નંદી પર હોય છે. આ બળદોએ ક્યારેય ગાડાને પાછું પડવા દીધું નથી. તો શ્વાને પણ એવું ન વિચારાય કે ગાડા નીચે હું છું અને આખું ગાડું હું ઢસેડું છું.'

મોહન કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો
મોહન કુંડારીયાના આ નિવેદન પર હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોહન કુંડારીયાનું આ નિવેદન કોના માટે હતું તે તો કહેવું મુશ્કેલ છે. સાંસદ મોહન કુંડારિયાએ તો બળદ અને શ્વાનની વાત કરી રાજકીય ચર્ચાઓના ઘોડા દોડાવી દીધા છે. ત્યારે આવનારા સમયમાં કુંડારિયાના નિવેદન પર કઇ બાજુથી વળતું નિવેદન આવશે તેને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ