ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / mother dairy may rise milk price as input cost feed prices and transportation cost increasing

મોટો ઝટકો / મદર ડેરીની જાહેરાત: ફરીથી વધશે દૂધના ભાવ, ભાવ વધારા પાછળનું કારણ પણ જણાવ્યું

Published By: Pravin

Last Updated: 04:11 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેરી પ્રોડક્ટનો બિઝનેસ કરનારી કંપની મદર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના ભાવ વધારી શકે છે.

ADVERTISEMENT

  • સામાન્ય જનતાને લાગશે મોટો ઝટકો
  • મધર ડેરી આગામી દિવસોમાં દૂધના ભાવ વધારશે
  • કંપનીએ આપી દીધા મોટા અણસાર

ડેરી પ્રોડક્ટનો બિઝનેસ કરનારી કંપની મદર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના ભાવ વધારી શકે છે. એવા સંકેત કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યા છે. મદર ડેરીએ હાલમાં જ દૂધ-દહીં, છાશ વગેરેના રેટ વધારી દીધા હતા. તેની પાછળ ખર્ચા વધ્યા હોવાનો હવાલો આપ્યો હતો. એવું પણ કહ્યું છે કે, ડીઝલના ભાવ વધવા માલની હેરફેરનો ખર્ચ વધ્યો છે. તેથી રેટ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કંપનીએ એવું પણ કહ્યું કે, દૂધ દહીં જેવી ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારાનો ફાયદો ખેડૂતોને પણ થાય છે, જે મદર ડેરીમાં પોતાનો માલ વેચે છે. 

તેની સાથે જ મદર ડેરીએ આશા વ્યક્ત કરી છે કે હાલના નાણાકીય વર્ષમાં તેમના વેચાણમાં 20 ટકા સુધી વધારો થઈ શકે છે. અને ટર્નઓવર 15,000 કરોડ રૂપિયા સુધી જઈ શકશે. મદર ડડેરી દૂધ અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત ફળો અને શાકભાજીનો બિઝનેસ પણ કરે છે. મદર ડેરી નેશનલ ડેરી ડેવલપમેંટ બોર્ડની સબ્સિ઼ડરી કંપની છે જેણે વર્ષ 2021-22માં 12,500 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

વેચાણ વધવાની આશા

મદર ડેરીના મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંડલીશ વેચાણમાં વધારા વિશે કહે છે કે હાલના નાણાકીય વર્ષમાં દૂધ અને ડેરી પ્રોડક્ટની માગમાં 15 ટકાથી વધારે ઉજાળો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો મદર ડેરીને મળશે. મદર ડેરીનો 70 ટકા કારોબાર દૂધ અને ડેરી પ્રોડક્ટનો જ હોય છે. બંડલીશ કહે છે કે, આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણ પણ બંપર રહેવાની આશા છે કારણ કે કોરોનામાં તેનો બિઝનેસ બિલ્કુલ ઠપ હતો, તબિયત બગડવાના ડરથી લોકોએ આઈસ્ક્રીમ ખરીદવાનું બંધ કર્યું હતું. જેથી છેલ્લા બે વર્ષમાં તેનું વેચાણ ઘટી ગયું હતું.

મદર ડેરીના એમડીના જણાવ્યા અનુસાર ફળ, શાકભાજી અને ખાદ્ય તેલના બિઝનેસમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે, ઈ કોમર્સ કંપનીઓથી મદર ડેરીને મોટી ટક્કર છે અને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી બાબતો હોવા છતાં ફળ, શાકભાજી અને ખાદ્યતેલનો બિઝનેસ દમદાર રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Milk price Mother dairy દૂધના ભાવમાં વધારો મદર ડેરી Mother Dairy oil price cut

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ