બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Most people are used to using mobiles in the bathroom

ચેતજો / શૌચાલયમાં બેઠા બેઠા ફોન વાપરવાની કુટેવ છે? આજે જ છોડી દેજો નહીંતર ગંભીર બીમારીને કોલ આપશો! આવી રીતે આદત સુધારો

Kishor

Last Updated: 10:50 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો બાથરૂમમાં મોબાઈલ ઉપયોગ કરવા સાથે ટેવાયેલા હોય છે. પરંતુ આરોગ્ય નિષ્ણાંતનું માનીએ તો આવું કરવુંએ ગંભીર રોગને ઉઘાડું આમંત્રણ આપવા સમાન છે. ત્યારે આવો જાણીએ કયા પ્રકારના રોગો થઈ શકે છે?

  • બાથરૂમમાં મોબાઇલના ઉપયોગથી થાય છે મોટુ નુકસાન
  • આજે જ સુધારી નાખજો આ કુટેવ
  • મોબાઇલનો ઉપયોગ કરવાથી પાઈલ્સનો ખતરો વધુ

બાથરૂમ સાથે અનેક લોકોને જુદી જુદી કુટેવ જોડાયેલી હોય છે. જેમાં અમુક લોકો છાપા વાંચતા હોય છે. તો અમુક લોકો પોતાના પસંદગીના સોંગ્સ પણ સાંભળતા હોય છે. જેમાં મોટાભાગના લોકો હાલની સ્થિતિએ બાથરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા સાથે ટેવાયેલા હોય છે. લોકો એવું માનતા હોય છે કે તેમના ખાલી ટાઈમનો સદઉપયોગ થઈ શકે! પરંતુ આવું કરવું એ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેમના ગંભીર પરિણામ ભોગવવાનો પણ વારો આવી શકે છે.

શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત? તો સુધારી દેજો નહીંતર થશે  મોટું નુકસાન | using mobile phone in toilet health effects why you should  stop this habit

પાઈલ્સનો ખતરો વધી જાય છે
હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો બાથરૂમમાં બેસીને મોબાઇલનો ઉપયોગ કરવાથી પાઈલ્સનો ખતરો વધી જાય છે. આ રોગ ખૂબ જ દર્દનાક હોય છે. અમુક કિસ્સાઓમાં તો રક્તસ્ત્રાવ પણ થાય છે. જ્યારે ગુદામાર્ગ અથવા ગુદામાં નસોના ક્લસ્ટરો સોજી જાય છે. સામાન્ય રીતે તે ગુદામાર્ગની નસોનો 'વેરિસોઝ વેઇન્સ' રોગ છે. હેમોરહોઇડ્સ ગુદામાર્ગની અંદર અથવા ગુદાની બહાર થાય છે પરિણામે પાઈલ્સની સૌથી પીડાદાયક રોગમાં ગણના થાય છે.

શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત? તો સુધારી દેજો નહીંતર થશે  મોટું નુકસાન | using mobile phone in toilet health effects why you should  stop this habit

ફોનમાં હાજર થાય છે બેક્ટેરિયા

શૌચાલયમાં ખરાબ બેક્ટેરિયાની પુષ્કળ હાજરી હોય છે. પરિણામે તમે જ્યારે બાથરૂમમાં બેસીને ફોન વાપરો છો ત્યારે આ ખરાબ બાથરૂમમાં રહેલા બેક્ટેરિયા તમારા ફોન પર ચોંટી શકે છે. જે અમુક સમય બાદ સરળતાથી શરીરમાં ફેલાઈને મોટા રોગને આમાંત્રણ આપી શકે છે. આથી મોટા રોગથી બચવા મોબાઈલનો બાથરૂમાં ઉપયોગ ટાળવો જોઇએ.


મોબાઈલનો ઉપયોગ ટાળવાથી ન માત્ર પાઈલ્સનું જોખમ ઘટે છે. પરંતુ બેક્ટેરિયાના વિકાસનું જોખમ પણ ઓછું થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ