બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Most of the CCTVs installed in Dwarkadhish Temple are off.

સુરક્ષા પર સવાલ / દ્વારકાધીશ મંદિર માટે કરોડોની ગ્રાન્ટ કરાય છે મંજૂર, છતાં CCTV બંધ હાલતમાં, કોઇ ઘટના ઘટી તો જવાબદાર કોણ?

Malay

Last Updated: 02:10 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devbhoomi Dwarka News: દ્વારકાધીશ મંદિરમાં લગાવેલા મોટાભાગના CCTV બંધ હાલતમાં, કરોડોની ગ્રાન્ટ મંજૂર થવા છતાં મોટાભાગના CCTV છેલ્લા ઘણા સમયથી બંધ, મંદિરની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ.

 

  • દ્વારકાધીશ મંદિરની સુરક્ષાને લઈ સવાલ
  • મંદિરમાં લગાવેલા મોટાભાગના CCTV બંધ
  • દ્વારકાધીશ મંદિરની સુરક્ષા ભગવાન ભરોસે

પવિત્ર યાત્રાધામ દ્વારકાનગરીમાં આવેલા ભગવાન દ્વારકાધીશના મંદિરની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં લગાવેલા મોટાભાગના CCTV બંધ હાલતમાં છે. મંદિરની સુરક્ષા માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે. કરોડોની ગ્રાન્ટ મંજૂર થવા છતાં મોટાભાગના CCTV છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. 

જય દ્વારકાધીશ: જગતમંદિર દ્વારકાના દ્વાર આ તારીખ સુધી ભક્તો માટે કરાયા બંધ |  coronavirus in Gujarat dwarka mandir lockdown

મોટા ભાગના CCTV કેમેરા બંધ હાલતમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લો આમ તો ત્રણેય તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો છે. આથી સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલું હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ ઝેડ કેટેગરી ધરાવતા દ્વારકાધીશ મંદિરમાં લાગેલા મોટાભાગના CCTV કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવતા મંદિરની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા છે. 

તાજેતરમાં જ એક વીડિયો થયો હતો વાયરલ
આપને જણાવા દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દ્વારકા મંદિરની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હોય, આ પહેલા પણ આ મહિનામાં જ દ્વારકા મંદિરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો જગતમંદિરમાં ભગવાન પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા હતા. સુરક્ષાના ભાગ રૂપે દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ તેમજ કોઈપણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પ્રતિબંધ છે. તેમ છતાં પણ મંદિરની અંદરથી વીડિયો ઉતર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો હતો. 

હિન્દુ સંગઠનોમાં ઉઠ્યો હતો ભારે રોષ
વીડિયોમાં કેટલાક યુવકો ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટો ઉડાડતા પણ જોવા મળ્યા હતા. તે સમયે પણ સવાલ ઉઠ્યો હતો કે મંદિરમાં Z કેટેગરીની સિક્યોરિટી હોવા છતા આ પ્રકારનું કૃત્ય કઈ રીતે થઈ શક્યું. આ વીડિયો વાયરલ થયા બાદ  હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે ઉગ્ર વિરોધ ઉઠ્યો હતો.

દ્વારકા-સોમનાથની સુરક્ષામાં કરાયો વધારો: આતંકી હુમલાની ધમકીને પગલે  ગુજરાતમાં ઍલર્ટ | Security tightened in dwarka and somnath after the threat  of terrerist attack in gujarat


    
સળગતા સવાલ
- દ્વારકાધીશ મંદિરમાં CCTV બંધ કેમ છે?
- Z કેટેગરીની સુરક્ષામાં મંદિરનો સમાવેશ થાય છે તો સુરક્ષાના નામે શૂન્ય કેમ?
- દર વર્ષે કરોડોની ગ્રાન્ટ મંજૂર થાય તો પણ CCTV બંધ કેમ?
- CCTVના અભાવે મંદિરમાં અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ?
- પોલીસ વિભાગ અઘટિત ઘટનાની જવાબદારી લેશે?
- શું પોલીસ વિભાગને CCTV બંધ હોવાનો ખ્યાલ નથી?
- પોલીસ વિભાગ તમામ CCTV ક્યારે શરૂ કરશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ