બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Siraj Becomes 'Superman', Dives in the Air and Takes an Amazing Catch with One Hand, Watch VIDEO

IND vs WI / સિરાજ બન્યો 'સુપરમેન', હવામાં ડાઇવ કરતાં એક હાથે પકડ્યો અદ્ભુત કેચ, જુઓ VIDEO

Megha

Last Updated: 03:13 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે મોહમ્મદ સિરાજે અદ્ભુત કેચ પકડ્યો હતો, વિડીયો જોઈને લોકોએ કહ્યું સિરાઝ 'સુપરમેન' બની ગયો.

  • મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલરની સાથે સાથે એક સારો ફિલ્ડર પણ છે
  • વેસ્ટ ઈન્ડિઝની સામે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે અદ્દભુત કેચ પકડ્યો 
  • લોકોએ કહ્યું સિરાઝ 'સુપરમેન' બની ગયો

મોહમ્મદ સિરાજ ખતરનાક ફાસ્ટ બોલરની સાથે સાથે એક સારો ફિલ્ડર પણ છે. તેને ઘણી વખત તેની ફિલ્ડિંગથી લોકોને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે સિરાજે બુધવારે પણ આવું જ અદ્ભુત પરાક્રમ કર્યું હતું. તેણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે જર્માઈન બ્લેકવુડનો અદ્દભુત કેચ પકડ્યો હતો. તેનો એ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

સિરાઝ 'સુપરમેન' બની ગયો
લોકો વિડીયો જોઇને કહી રહ્યા છે કે સિરાઝ તે 'સુપરમેન' બની ગયો. તેણે એક હાથે હવામાં ઉડીને કેચ પકડ્યો, આ જોઈને દર્શકો અને કોમેન્ટેટર્સ પણ દંગ રહી ગયા. હાલ સિરાજનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

સિરાજ દોડીને ડાઇવ કરીને કેચ પકડ્યો
જણાવી દઈએ કે સિરાજે આ કેચનો બોલ 28મી ઓવરમાં સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફેંક્યો હતો. જાડેજાએ ઓવરનો છેલ્લો બોલ ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો હતો, જેના પર બ્લેકવુડે મિડ-ઓફ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો.એવું લાગતું હતું કે આ બોલ નીકળી જશે પરંતુ સિરાજ દોડીને ડાઇવ કરીને કેચ પકડ્યો હતો.  નોંધનીય છે કે બ્લેકવુડે 34 બોલનો સામનો કર્યા બાદ 14 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. જણાવી દઈએ કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઇનિંગ 150 રનમાં સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક અથાનાજે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી અશ્વિને પાંચ અને જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. 

જયસ્વાલ અને રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી
ભારતીય ટીમે દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી વિના નુકશાન 80 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે માત્ર 70 રન પાછળ છે. રોહિત 65 બોલમાં 30 રન બનાવીને અણનમ છે જ્યારે યશસ્વી 73 બોલમાં 40 રન બનાવીને અણનમ છે. પ્રથમ દાવમાં અશ્વિને 60 રનમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.

ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને જયદેવ ઉનડકટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ