બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Model Dies By Suicide In Surat, SRH Cricketer To Be Questioned By Police

સુરત મોડલ મોત / તાનિયા સાથે ક્રિકેટર અભિષેકે કર્યું હતું આવું ! સુરતની મોડલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ, શું બોલ્યાં ACP

Hiralal

Last Updated: 03:31 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી પરંતુ એક મહત્વની જાણકારી મળી હતી.

સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં આઈપીએલની હૈદરાબાદ ટીમના ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તેની પૂછપરછ થઈ નથી. ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસને કોઈ કડી હાથ લાગી નથી પરંતુ આ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી હતી. 

ACP મલ્હોત્રા શું બોલ્યાં 

ACP મલ્હોત્રાએ કહ્યું કે પ્રથમ નજરે જોતા તાનિયા અને હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા વચ્ચેની મિત્રતા દર્શાવે છે. તાનિયાએ અભિષેક શર્માને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જોકે અભિષેકે તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. આ પછી તાનિયાએ ઘેર આવીને પંખે લટકીને આપઘાત કર્યો હતો. ACPએ કહ્યું કે અમને અત્યાર સુધી ખબર પડી છે કે અભિષેક શર્માની મૃતક મોડેલ સાથે મિત્રતા હતી. તપાસમાં વધુ વિગતો જાણવા મળશે, એમ એસીપી મલ્હોત્રાએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. પોલીસે હજી સુધી અભિષેક શર્માનો સંપર્ક સાધ્યો નથી પરંતુ વધુ સ્પષ્ટતા માટે તેને નોટિસ મોકલવાની તૈયારી છે. 

અભિષેક શર્માએ તાનિયાનો નંબર કર્યો હતો બ્લોક 
અભિષેક શર્માએ તાનિયાનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો અને સોશ્યલ મિડિયા પર એના સંદેશાનો જવાબ આપતો નહોતો. મરતાં પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને પણ મોટી કડી હાથ લાગી છે અને તેણે અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરી છે. ચર્ચા તો એવી પણ છે કે તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે. 

તાનિયા ઘરમાં પંખે લટકી હતી
સુરતના વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાનિયા ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી અને મોડી રાતે ઘરમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારમાં ઘરનાને તેની લાશ મળી આવી હતી. 28 વર્ષની તાનિયા ઉભરતી મોડલ છે. તે મૂળ રાજસ્થાનમાં સીકરની વતની હતી.  તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે અને એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં નોકરી કરે છે. 

કોણ છે ક્રિકેટર અભિષેક શર્મા 
અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે. તેણે આઈપીએલની 47 મેચમાં 893 રન બનાવ્યા છે જેમાં એક ઈનિંગમાં તેના વધારેમાં વધારે રન 75 છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે 4 ફિફ્ટી ફટકારી છે અને 9 વિકેટ પણ ઝડપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ