બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Milk, coffee and tea should be avoided in breakfast

હેલ્થ ટિપ્સ / ખાટા ઓડકાર, ગેસ, કબજિયાતથી બચવું હોય તો નાસ્તામાં આ વસ્તુઓ ટાળો, દવાની જરૂર પણ નહીં પડે

Pooja Khunti

Last Updated: 11:19 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ સવારે નાસ્તામાં ચા અથવા કોફીનું સેવન કરવામાં આવે તો તેનાથી ગેસની સમસ્યા સર્જાય છે. સવારે તમારે હર્બલ ટીનું સેવન કરવું જોઈએ.

  • નાસ્તામાં દૂધ, કોફી અને ચાનું સેવન ટાળવું જોઈએ  
  • નાસ્તામાં કોબીનું સેવન ટાળો 
  • કાચી કાકડી અને ડુંગળીનું સેવન ટાળો

આજકાલ લોકોની જીવનશૈલી અને તેમનું ખરાબ ખાનપાનને લઈને વધેલું વલણ તેમને બીમાર પાડી રહ્યું છે. જેના કારણે તેમને અવારનવાર પેટ દુ:ખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને જમ્યા પછી તરત જ ગેસ અને પેટ ફુલાઈ જવાની સમસ્યાઓ થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો દવાનું સેવન કરે છે. પાચનને લગતી કોઈ પણ સમસ્યા સંપૂર્ણ શરીર પર અસર કરે છે. જેના કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ સર્જાય છે. જેમકે કબજિયાત, ઊલટી અને વજન ઓછું થવુ. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં મટે સવારનાં નાસ્તામાં સામાન્ય સુધાર કરીને આ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. તેમના જણાવ્યા મુજબ સવારે આ ખોરાકનું સેવન ટાળવું જોઈએ. 

નાસ્તામાં દૂધ, કોફી અને ચાનું સેવન ટાળવું જોઈએ 
સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ સવારે નાસ્તામાં ચા અથવા કોફીનું સેવન કરવામાં આવે તો તેનાથી ગેસની સમસ્યા સર્જાય છે. સવારે તમારે હર્બલ ટીનું સેવન કરવું જોઈએ. 

નાસ્તામાં કોબીનું સેવન ટાળો 
કોબીમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જેને પચાવવું મુશ્કેલ છે. તેનું સેવન સવારે કરવામાં આવે તો ગેસની સમસ્યા થાય છે. તમે તેની જગ્યાએ પાલકનાં શાકનું સેવન કરી શકો છો. 

સફરજન અને નાશપતી 
આ ફળોમાં ફ્રુકટોઝ અને ફાયબરની માત્રા વધુ હોય છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થાય છે. નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ સવારે તમે આ ફળની જગ્યાએ બેરી અથવા તરબૂચ જેવા ઓછા ફ્રુકટોઝ ફળોનું સેવન કરી શકો છો. 

વાંચવા જેવું: ઠંડીની સિઝન ખતમ થાય એ પહેલા આ શાકભાજી ખાવાનું શરૂ કરી દો, રહેશો આખુંય વર્ષ ફિટ

કાચી કાકડી અને ડુંગળીનું સેવન ટાળો 
સવારના નાસ્તામાં ક્યારેય પણ કાચી કાકડી અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તેમા હાઇ ફાયબર હોય છે. જેનાથી પાચનની સમસ્યા થાય છે. આ શાકભાજીને રાંધીને જ ખાવા જોઈએ. નાસ્તામાં બાફેલા ગાજર અને શિમલા મિર્ચ જેવા શાકભાજીનું સેવન કરો. 

મકાઇ સેવન ટાળો 
મકાઈમાં સેલ્યુલોઝ હોય છે. જે એક પ્રકારનું ફાયબર જ છે. જે પચવામાં ભારે હોય છે. તેથી સવારે નાસ્તામાં ભાત અથવા ક્વિનોઆનું સેવન કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ