બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / microsoft ceo satya nadela completed 10 years of his term shareholder wealth rises

MICROSOFT / દુનિયાની દિગ્ગજ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 10 વર્ષમાં 11 ગણા કરી નાખ્યા રૂપિયા, રૂપિયા ગણતાં થાક્યા લોકો

Manisha Jogi

Last Updated: 12:02 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT કંપની માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા 10 વર્ષ પહેલા આ પોસ્ટ પર પહોંચ્યા હતા. સત્ય નડેલાના કાર્યકાળ દરમિયાન કંપનીના શેરમાં 1000 ટકાનો વધારો થયો હતો. માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ 3 ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે.

  • સત્ય નડેલા 10 વર્ષ પહેલા માઈક્રોસોફ્ટના CEO બન્યા
  • કંપની તથા રોકાણકારોને મજબૂત સ્થિતિમાં લાવી દીધા
  • કંપનીના શેરમાં 1000 ટકાનો વધારો થયો

IT કંપની માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા 10 વર્ષ પહેલા આ પોસ્ટ પર પહોંચ્યા હતા. તેઓ બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર જેવા દિગ્ગજોની જગ્યા પર પહોંચવા જઈ રહ્યા હતા. સત્ય નડેલા 4 ફેબ્રુઆરી 2014ના રોજ માઈક્રોસોફ્ટના CEO બન્યા હતા અને 10 વર્ષમાં કંપની તથા રોકાણકારોને મજબૂત સ્થિતિમાં લાવી દીધા છે. સત્ય નડેલાના કાર્યકાળ દરમિયાન કંપનીના શેરમાં 1000 ટકાનો વધારો થયો હતો. માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ 3 ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે. આ દરમિયાન રોકાણકારોને ખૂબ જ ફાયદો થયો અને તેમને 11 ગણો ફાયદો થયો છે. 

ક્લાઉડ ક્મ્પ્યૂટિંગ અને AI સેક્ટરે દિગ્ગજ બનાવ્યા
ભારતીય મૂળના સત્ય નડેલાએ કાર્યભાર સંભાળ્યા પછી માઈક્રોસોફ્ટને સોફ્ટવેર કંપનીમાંથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની બનાવી દીધી છે. હાલમાં માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ Apple કંપની કરતા પણ વધી ગઈ છે. માઈક્રોસોફ્ટના મુકાબલા માટે એપ્પલના સ્ટીવ જોબ્સ જેવા કોઈ દિગ્ગજે માર્કેટમાં ફરી આવવું પડશે. 

શેરહોલ્ડર્સ માટે 2.8 ટ્રિલિયન ડોલરની કમાણી
છેલ્લા એક દાયકામાં સત્ય નડેલાના નેતૃત્ત્વમાં માઈક્રોસોફ્ટના શેરહોલ્ડર્સે લગભગ 2.8 ટ્રિલિયન ડોલરની કમાણી કરી છે. જો તે સમયે આ કંપનીના શેરમાં 10 હજાર ડોલરનું રોકાણ કર્યું હોત તો તે રકમ અત્યારે 1.13 લાખ ડોલર સુધી પહોંચી ગઈ હોત. સત્ય નડેલાએ 10 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, અમારી ઈન્ડસ્ટ્રી નવા વિચારોનું સમ્માન કરે છે. સત્ય નડેલાએ આ જ બાબત સાબિત કરીને બતાવી છે. 

વધુ વાંચો: 20 હજાર રૂપિયા સેલરી હોય તો પણ શું થયું, આવી રીતે ભેગા કરી શકશો 1 કરોડ, બસ રોકાણની રીત જાણી લો

સત્ય નડેલા ક્યાં સુધી આ પદ પર રહેશે
સત્ય નડેલા 56 વર્ષના થઈ ગયા છે, ગયા વર્ષે તેમને પગાર તરીકે 4.85 કરોડ ડોલર મળ્યા હતા. સત્ય નડેલાના કાર્યકાળને જોઈને લાગી રહ્યું છે કે, તેઓ થોડા સમય સુધી આ પોસ્ટ પર રહેશે. સત્ય નડેલાએ માર્કેટમાં એક મજબૂત  CEO તરીકેની છાપ ઊભી કરી છે. હાલમાં તેઓ કંપનીને આગળ વધતી જોઈને ખૂબ જ ખુશ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ