બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 20 thousand per month salary create a retirement fund of rs 1 crore

Business / 20 હજાર રૂપિયા સેલરી હોય તો પણ શું થયું, આવી રીતે ભેગા કરી શકશો 1 કરોડ, બસ રોકાણની રીત જાણી લો

Last Updated: 11:31 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં લોકો ઓછા પગારમાં પણ નોકરી શરૂ કરી રહ્યા છે. 20 હજાર રૂપિયાનો પગાર ધરાવતી વ્યક્તિ પણ રોકાણ કરી શકે છે અને 1 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકે છે. તે માટે કોઈ પેન્શન ફંડમાં રોકાણ કરવાનું નથી.

  • ભારતમાં લોકો ઓછા પગારમાં પણ નોકરી શરૂ કરી રહ્યા છે
  • 20 હજાર રૂપિયાનો પગાર ધરાવતી વ્યક્તિ રોકાણ કરી શકે છે
  • રિટાયરમેન્ટ પહેલા 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરો

ભારતમાં લોકો ઓછા પગારમાં પણ નોકરી શરૂ કરી રહ્યા છે. જો તમારો પગાર પણ ઓછો હોય અને તમે ફ્યુચર ફંડ બાબતે ચિંતા કરી રહ્યા છો, તો તમે રિટાયરમેન્ટ ફંડ બનાવી શકો છો. અહીંયા અમે તમને એક ખાસ વાત જણાવી રહ્યા છીએ, જેમાં 20 હજાર રૂપિયાનો પગાર ધરાવતી વ્યક્તિ પણ રોકાણ કરી શકે છે અને 1 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકે છે. તે માટે કોઈ પેન્શન ફંડમાં રોકાણ કરવાનું નથી. 

પેન્શન સ્કીમમાં રોકાણ કર્યા વગર ફંડ એકત્ર કરો
ભારતમાં હાલમાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. જો તમને આ ફંડમાં રોકાણ કરવાની જાણકારી નથી, તો અહીંયા અમે તમને તે વિશે જાણકારી આપી રહ્યા છે. જેમાં લંપસમ અને SIP રોકાણ કરવાના બે મુખ્ય વિકલ્પ હોય છે. લંપસમમાં એકસાથે રોકાણ કરવામાં આવે છે. SIPમાં માસિક સ્તરે રોકાણ કરવાનું હોય છે. આ આંકડા પર નજર નાખવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડમાં 12-15% રિટર્ન મળે છે. જો તમારો પગાર 20 હજાર રૂપિયા હોય તો તમે દર મહિને 4,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. 

વધુ વાંચો: Paytmનો શેર તો ઉપડ્યો! બજાર ખૂલતાં મચાવી ધૂમ, એક મુલાકાતથી આટલા ટકાની છલાંગ

આટલા દિવસમાં બનશે મોટી રકમનું ફંડ
જો તમે દર મહિને 4 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 15% રિટર્ન મળે છે. જેથી તમને 25 વર્ષમાં 1,31,36,295 (1.3 કરોડ)નું ફંડ મળશે. 25થી35 વર્ષની વ્યક્તિ રોકાણની શરૂઆત કરે તો તેના આધાર પર આંકડો રજૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો રિટાયર થવા માટે 50-60 વર્ષની ઉંમર પસંદ કરે છે. જો તમે તે પહેલા રિટાયર થવા માંગો છો, તો તે અનુસાર રોકાણનું પ્લાનિંગ કરવાનું રહેશે. તો તે માટે નાણાંકીય નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝડપથી ફંડ મેળવવા માટે કમાણીનો સ્ત્રોત વધારવાની સાથે પૈસાનો યોગ્ય જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ જાણકારી મેળવી શકો છો. જેથી તમે 25 વર્ષ કરતા પણ ઓછા સમયમાં 1 કરોડની રકમ મેળવી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

1 crore fund 1 કરોડ ફંડ માટેની ટિપ્સ 20 thousand salary Investment Investment Tips Retirement fund SIP Investment ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ રિટાયરમેન્ટ ફંડ business
Vikram Mehta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ