બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Meteorological department has predicted rain for 5 days across the country

ભયાનક આગાહી / અનેક રાજ્યોમાં 5 દિવસ અનરાધાર વરસાદનું એલર્ટ, મેઘરાજા ફરી દેશમાં મચાવશે તાંડવ

Kishor

Last Updated: 03:29 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ રાહત રૂપ વરસાદ રહ્યા બાદ ફરી એક વખત મેઘરાજા દેશભરમાં તાંડવ મચાવે તેવી હવામાન વિભાગ દ્વારા 5 દિવસની ભયાનક આગાહી કરવામાં આવી છે.

  • દેશભરમાં મેઘરાજા ફરી તાંડવ મચાવશે
  • અનેક રાજ્યોમાં પાંચ દિવસ અનરાધાર વરસાદનું એલર્ટ જારી
  • હિમાચલમાં વરસાદ ફરી તબાહી મચાવશે તેવી ભયાનક આગાહી

ભારતમાં થોડા દિવસ રાહત આપ્યા બાદ ચોમાસું ફરી એક વખત એક્ટિવ થઈ રહ્યું છે. આ વખતે ચોમાસું પહેલાંથી પણ વધુ ખતરનાક બનીને તબાહી મચાવશે તેવી ભયાનક આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી અનરાધાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ ફરી મોટા પાયે તબાહી સર્જી શકે છે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

કેટલાંય ઘરો ડૂબવાનો ખતરો તોળાઈ રહ્યો છે
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૩ ઓગસ્ટથી ભયાનક વરસાદનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩ ઓગસ્ટની આસપાસ વરસાદ શિમલામાં મોટા પાયે તારાજી મચાવી શકે છે. આમ પણ વરસાદના કારણે શિમલા જિલ્લાના નનખરી અને કોટગઢ વિસ્તારનાં કેટલાંય ઘરો ડૂબવાનો ખતરો તોળાઈ રહ્યો છે.આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશની જેમ ઉત્તરાખંડમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદથી ચમોલી જિલ્લાના જોષીમઠમાં ભૂસ્ખલનનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ઉત્તર અને પૂર્વ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

અનેક વિસ્તારોમાં એલર્ટ જારી
વધુમાં પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ૨ ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મિઝોરમનાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ૪ ઓગસ્ટ સુધી પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પંજાબમાં ૩ ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૩ ઓગસ્ટ સુધી દિલ્હી, રાજસ્થાનમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે પણ યલો એલર્ટ જારી કર્યું છે. આજે અને આવતી કાલે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તેમજ કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ, 2 દિવસમાં આ જિલ્લામાં ચિંતાના  વાદળો, હવામાન વિભાગે કરી નવી આગાહી | Meteorological Department has once  again predicted rain in ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ