બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Mega vaccination in Gujarat from today: so many lakh doses will be given in a single day

વેક્સિનેશન / આજથી ગુજરાતમાં મેગા વેક્સિનેશન : એક જ દિવસમાં આટલા લાખ ડોઝ અપાશે

Kiran

Last Updated: 12:48 PM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના તમામ જિલ્લાઓમાં 1200 કેન્દ્રો પર વેક્સિનેશન પ્રક્રિયાની શરૂઆત, આજથી સરકારી વેક્સિનેશન કેન્દ્રો પર 18 થી 45 વર્ષના લોકો કરાવી શકશે વેક્સિનેશન

  • રાજ્યના તમામ જિલ્લાના 1200 કેન્દ્રો પર આજથી વેક્સિનેશન
  • 45 વર્ષથી વધુ ઉંમરના 60 થી 75 હજાર નાગરિકોને મળશે વેક્સિન 
  • રાજ્યમાં રજીસ્ટ્રેશન આધારે સવા 2 લાખ યુવાનોને મળશે વેક્સિન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈ કાલે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે ગાંધીનગર ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી જેને લઈ આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેકિસનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં 1200 કેન્દ્રો પર વેક્સિનેશન કરાવી શકાશે  સરકારી વેક્સિનેશન સેન્ટરો પર  18 થી 45 વર્ષના લોકો વેક્સિનેશન કરાવી શકશે.

આજથી તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન 

4 મેથી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવનાર છે જેમાં રોજના સવા બે લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281 ને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.

દરરોજ 3 લાખ લોકોને અપાશે વેક્સિન 

અંદાજિત 3 લાખ લોકોનું દરરોજનું વેક્સિનેશન કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી માત્ર 10 શહેરોમાં જ યુવાનોને વેક્સિન મળતી હતી.પરંતુ હવે આજથી રાજ્યના તમામ જિલ્લામાં વેક્સિનેશન શરૂ કરાતા 45 વર્ષથી વધુ ઉંમરના 60 થી 75 હજાર નાગરિકોને પણ વેક્સિન આપવામાં આવશે.મહત્વનું છે કે વેક્સિનેશન પહેલા યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે જે અંતર્ગત રજીસ્ટ્રેશન આધારે સવા 2 લાખ યુવાનોને વેક્સિન મળનાર છે.

રાજ્યમાં 18 લાખ યુવાનોને વેક્સિન અપાઈ

રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં 18 લાખ યુવાનોને વેક્સિન અપાઈ ચુકી છે અને આજથી ગુજરાતમાં શરૂ થતા મેગા વેક્સિનેશનમાં દરરોજના 3 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવનાર છે જેમાં રજિસ્ટ્રેશન થયું હોય એવા 2 લાખ યુવાનોનું પણ વેક્સિનેશન કરાશે. તેમજ 45થી વધુ ઉંમરના લોકોને પણ સરળતાથી વેક્સિન મળશે તેવું મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જણાવ્યું હતું.

અમદાવાદમાં 30 વેક્સિન સેન્ટરો શરૂ કરાયા

ગુજરાતમાં 1200 વેક્સિન સેન્ટરો શરૂ કરાયા તેની સાથે અમદાવાદ જિલ્લામાં પણ 30 નવા વેક્સિન સેન્ટરો શરૂ કરાયા છે. અગાઉ 20 સેન્ટરો પર જ વેક્સિનેશન થતું હતું. આ સાથે હવે શહેરમાં વેક્સિન સેન્ટરોની સંખ્યા 50 થઈ ગઈ છે નવા શરૂ કરાયેલા 30 કેન્દ્રો પર 18 થી 44 વર્ષના લોકો વેક્સિન મેળવી શકશે.મહત્વનું છે કે હાલ પ્રતિ દિન 10 હજાર લોકોનું વેક્સિન કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને રસીકરણ અભિયાનને વેગવાન બનાવવામાં આવી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ