રાજસ્થાનમાં હવે દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના રાવણ પરના નિવેદનથી મામલો ગરમાયો છે. શેખાવતના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. શુક્રવારે ચુરુના તારાનગરમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન સીએમ ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર પ્રહાર કર્યા હતા.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, અમારે રાવણના રૂપમાં અશોક ગેહલોતને ખતમ કરવાનો છે. હું આનું પણ સ્વાગત કરું છું. ભાઈ અમે તો રાવણ છીએ. તમે ઓછામાં ઓછું મર્યાદા પુરુષોત્તમ રામ જેવું વર્તન કરો. તે ગરીબોના પૈસા ડૂબી ગયા છે તે પૈસા તમે ગરીબોને પરત આપવી દો અમે માની લઈશું કે, તમે રામનાં ફોલોવર છો અને અમે રાવણના ફોલોવર.
#WATCH | Sikar: Union Minister Gajendra Singh Shekhawat says, "Ravan had 10 heads, Similarly, this Rajasthan Govt & the Ravan of politics have 10 heads. This Govt is a pioneer in corruption, indulges in appeasement, is anti-farmer, and oppresses women. This Govt nourishes… pic.twitter.com/SLdu8CCspO
લોકો નક્કી કરશે કે હું શું છું: અશોક ગેહલોત
CM ગેહલોતે આગળ કહ્યું કે, ભાજપના લોકો કર્ણાટકમાં ખરાબ રીતે હારી રહ્યા છે, તેથી જ તેઓ ગુસ્સે છે. તેઓ ઉગ્ર ભાષા બોલી રહ્યા છે. શેખાવતે મને રાવણ કહ્યો છે, તે જનતાએ નક્કી કરવાનું છે. હું રાવણ હોઉં કે પહેલો લોકસેવક હોઉં. શેખાવત મંત્રીએ જે રીતે વાત કરી છે તેના પરથી હું તેમને કહેવા માંગુ છું કે, તેણે અને તેના મિત્રોએ મળીને ઘણી કંપનીઓ બનાવી અને અઢી લાખ લોકોને વ્યાજની લાલચ આપીને લૂંટી લીધા. માંને રજૂઆત કરવા આવેલ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ વૃદ્ધ લોકો હતા, કોઈના 25 લાખ, કોઈના 50 લાખ, કોઈના એક કરોડ રૂપિયા લૂંટાયા હતા, કેન્દ્રીય મંત્રી શેખાવતના બધા મિત્રો જેલમાં બેઠા છે.
#WATCH | Churu: Rajasthan CM Ashok Gehlot speaks on Union Minister Gajendra Singh Shekhawat, "...Today he said, "Ashok Gehlot Ravan roopi hain, unko hamein khatam karna hai." I welcome this too. I am Ravan, at least you conduct yourself as Maryada Purshottam Ram and get the poor… pic.twitter.com/G67L96tMZz
ગરીબ લોકોના પૈસા પાછા અપાવો
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ ચિંતા કરવી જોઈએ કે તે લોકોના પૈસા કેવી રીતે પાછા મળે. કેન્દ્રીય મંત્રી બહુ મોટું પદ છે. તમે આ પદ પર બેઠા છો, હવે કહો કે તેઓ પોતે SOG આરોપી બન્યા છે. તપાસ દરમિયાન SOG દ્વારા ગજેન્દ્ર સિંહ શેખાવત દોષિત ઠર્યા છે.