બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Mataji right hand fell in Bahucharaji, hand means arm and hence the name of this temple Bahucharaji.
Last Updated: 07:06 PM, 27 January 2024
ADVERTISEMENT
શાસ્ત્રોમાં મા બહુચરના દર્શનનું અનેરૂ ધાર્મિક મહાત્મય વર્ણવાયુ છે. નારીને નર કરનારી સર્વે દુખોમાંથી મુક્તિ અપાવનારી મા બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં મા બહુચરના મંદિરને શક્તિપીઠનું ગૌરવ પ્રદાન થયુ છે. ચપટી મીઠુ પણ માતાજીને ચઢી શકે છે. એવા અનેક દાખલા છે,કે માત્ર ચપટી મીઠુની બાધાએ પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય, આવુ જ મહેસાણાના બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરમાંનું મંદિર આવેલુ છે.
ADVERTISEMENT
વિસાયંત્રને ક્યાં રાખવામાં આવે છે?
બહુચરમાંનું મંદિર ગુજરાતની ત્રણ મુખ્ય શક્તિપીઠોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતુ મંદિર છે. સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે. બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો. હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યુ છે. આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે. સોનાના બનેલા આ યંત્રને ગાયકવાડ સરકાર દ્વારા યંત્ર સ્થાપિત કરાયેલુ છે. વિસાયંત્રને પૂજા વિધિ કરીને મંદિરમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ભૂકંપ કે કોરોના.. ગમે તેવી આફતો વચ્ચે ગુજરાતના આ મંદિરમાં રામધૂન નથી રોકાઈ, જાણો રોચક ઇતિહાસ
માનાજીએ બાધા રાખી અને થયા રોગમુક્ત
માનાજીરાવે બહુચર માતાજી ની બાધા રાખી અને તેમનો રોગ મટી ગયો હતો. ત્યારે માનાજી રાવ ગાયકવાડે બહુચરમાંનું મોટુ મંદિર બંધાવ્યુ હતું. ચૈત્રીપૂનમે બહુચરાજીમાં પાંચ દિવસ મેળો ભરાય છે અને પચ્ચીસ લાખથી પણ વધારે ભક્તો દર્શનનો લાભ લે છે. અહીં ચાંદીની જીભ તથા ચાંદીની પ્રતિમા ચઢાવી ભક્તો બાધા પૂર્ણ કરે છે. બાલા ત્રિપુરા સુંદરી વ્યંઢળોની આરાધ્ય દેવી હોવાની સાથે શક્તિસ્વરૂપા માતાજી છે. અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ શક્તિપીઠમાં આવી ધન્યતા અનુભવે છે. પૂનમે માતાજીની પાલખી મુળ સ્થાન શંખલપુર ગામમાં યાત્રા કરે છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.