બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Manipur Bans Mobile Internet Again Amid Protests Over Dead Students' Photos

BIG NEWS / બે સગીરની હત્યા થયેલી લાશની તસવીર વાયરલ થતાં સળગ્યું મણીપુર, 5 દિવસ ઈન્ટરનેટ બંધ

Hiralal

Last Updated: 09:19 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુરમાં બે વિદ્યાર્થીઓની લાશની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી હિંસા ફાટી નીકળી હતી જેને પગલે સરકાર દ્વારા 5 દિવસ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

  • મણિપુરમાં ફરી હિંસાની હોળી
  • બે વિદ્યાર્થીઓની ઘાતકી હત્યા મામલે લોકો ભડક્યાં
  • લાશની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ 
  • ઠેર ઠેર દેખાવ થતાં 5 દિવસ ઈન્ટરનેટ બંધ કરાયું 

મણિપુર ફરી પાછું અશાંત બન્યું છે. આ વખતે બે સગીરના હત્યા મામલે આગની ચિનગારી ચંપાઈ ગઈ હતી. એક છોકરો અને એક છોકરીની ઘાતકી હત્યાના સમાચાર વહેતા થયા બાદ તેમની લાશની તસવીર વાયરલ થતાં લોકો રસ્તા પર ઉતરી પડ્યાં હતા અને ઠેર ઠેર દેખાવ કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધારે ન બગડે એટલે સરકાર દ્વારા એક મોટું એક્શન લેવાયું હતું. 

પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ
આ ઘટનાને પગલે સરકારે તાત્કાલિક પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ કરી દીધો છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

શું થયું હિંસામાં 
મણિપુરની ઇમ્ફાલ ખીણમાં બે સગીરની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ટોળા પર પોલીસે મંગળવારે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરતાં 30થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગની છોકરીઓ છે. બે સગીરની લાશની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો બાદ ઇમ્ફાલની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ વિરોધ રેલીઓ કાઢી હતી અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાની માગણી કરી હતી. 

શું બની ઘટના
6 જુલાઈએ ટ્યુશનેથી પાછા આવતી વખતે હિજમ લિન્થોઇંગમ્બી અને ફિજામ હેમજીત નામની બે સગીરાઓનું અપહરણ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં હિજમ લિંથોંગમ્બી અને ફિજમ હેમજીત જંગલમાં જમીન પર બેઠેલી જોવા મળી રહી છે, તેમની પાછળ અજાણ્યા બંધકધારીઓ ઊભા છે અને તેમને ગોળી મારી દેવાઈ હતી. બીજી તસવીરમાં તેમની લાશ પડેલી જોવા મળી રહી છે. આ બન્ને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોતાની દીકરીને યાદ કરતા પિતા કુલજીત હિજામે જણાવ્યું હતું કે, "તે કેમેસ્ટ્રી ટ્યુશન સેન્ટરથી ફિઝિક્સના ટ્યુશન સેન્ટર સુધી ચાલતી હતી. 6 જુલાઈના રોજ પણ તે ટ્યુશન માટે ગઈ હતી." તેણે કહ્યું, "તે તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. એવું લાગતું હતું કે જાણે કોઈએ એનો ફોન છીનવી લીધો હોય. હિજમ લિંથોઇંગમ્બી અને ફિજામ હેમજીત છેલ્લા બે મહિનાથી લાપતા છે. સુરક્ષા એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી છે, ત્યારે સ્થાનિક લોકો તેમને શોધવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

શું છે મણિપુર વિવાદ ?
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ